‘નવા કરાર’ના પ્રથમ શુભસંદેશમાંલેખક માથ્થીએ પોતાના તેડાની વાત કરી છે: “ત્યાંથી આગળ જતાં ઈસુએ માથ્થી નામના માણસને જકાતનાકામાં બેઠેલો જોઈને કહ્યું, ‘મારી પાછળ પાછળ આવ !’”(માથ્થી ૯:૯).
બીજા અને ત્રીજા શુભસંદેશના લેખકો યથાક્રમે અને લૂક જકાતદાર માથ્થીને ‘માથ્થીને અલ્ફીના દાકીરા લેવી’ તરીકે ઓળખાવે છે. ઈસુ એ “અલ્ફીના દીકરા લેવીને જકાતનાકામાં બેઠેલો જોઈને તેને કહ્યું, ‘મારી પાછળ પાછળ આવ’ ”(માર્ક ૨:૧૪; લૂક ૫:૨૭).
લેવીનો અર્થ થાય છે ‘જોરેલો’. બાઈબલના પંડિત હેરબર્ટ લોકિયર ‘ઓલ ધ મેન ઓફ ધ બાઈબલ’ માં કહે છે તેમ, એક જકાતદાર તરીકે “જબરદસ્તીથી નાણાં કાઢનારી દુનિયાની બધી કુટિલ રીતો સાથે તથા કેવળ પૈસા ભેગા કરવાના જ હેતુ સાથે લેવી જોડેલો હતા.”
પરંતુ પ્રથમ શુભસંદેશનો લેખક પોતાના માટે વાપરેલા નામ માથ્થીનો અર્થ થાય છે ‘ઈશ્વરની ભેટ’. નવા કરારમાં માથ્થી વિશે ખૂબ ઓછું જાણવા મળે છે. પણ બે વાત તો ચોક્કસ અને સ્પષ્ટ છે. એક, ઈસુએ પોતાના શિષ્ય થવા માટે માથ્થીને બોલાવ્યા હતા અને બે, માથ્થીનું નામ ઈસુના બાર પ્રેષિતોની બધી યાદીઓમાં સમાયેલું છે.
માથ્થીકૃત શુભસંદેશ પ્રમાણે, જ્યારે માથ્થીને ઈસુએ બોલાવ્યો ત્યારે તેઓ તરત જ ઈસુને અનુસર્યા હતા. તેમણે જકાતનાકા છોડી દીધી અને ઈસુની પાછળ નીકળી પડયો. બીજા શિષ્યોને બોલાવ્યા પછી ઈસુએ માથ્થીને બોલાવ્યો હતો. એટલે, કદાચ, માથ્થી ઈસુને અગાઉથી ઓળખાતા હશે એમ માની શકા છે. લૂક પોતાના શુભસંદેશમાં લખે છે, “આ પછી ઈસુ બહાર ગયા અને લેવી નામના જકાતદારને જકાતનાકામાં બેઠેલો જોઈ તેમણે તેને કહ્યું, ‘મારી પાછળ પાછળ આવ.’ એટલે તે ઊઠીને સર્વસ્વનો ત્યાગ કરીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો” (લૂક ૫:૨૭-૨૮).
તે દિવસે માથ્થીએ પોતાના ઘરે પ્રભુ ઈસુના માનમાં એક મોટો સત્કારસમારંભ યોજયો હતો. આ રીતે માથ્થી જાહેર કરતા હતા કે પોતે જકાતદારનો ધંધો છેડી દીધો છે અને પોતે પોતાના ગુરુ ઈસુના શિષ્ય તરીકે એમને સંપુર્ણપણે અનુસરવાનો નિર્ષણ લીધો છે. તે ભોજન સમારંભ ખરેખ પોતોના જકાતદાર મિત્રો સાથેના વિદાય સમારંભ હતો. જકીતદાર માથ્થી અને એમના સાથી જકાતદારો માટે એ ભોજન સમારંભ એક વાતની ઘોષણા કરતા હતા કે, ભલે પોતાના યહૂદી જાતભાઈઓ એમને ધિક્કારે પણ પ્રભુ ઈસુએ પોતાના અનુયાયીઓમાં માથ્થીને ખુલ્લા દિલથી આવકાર્યા છે !
માથ્થી અંગેની ચોક્કસ માહિતીમાં બે બાબતો સમાયેલી છે : ઈસુએ માથ્થીને પોતાના પ્રેષિત તરીકે પસંદ કર્યા અને એમનું નામ બાર પ્રેષિતોની યાદીમાં છે. પરંતુ આ બેબા બાતોથી વિશેષ આપણે પ્રથમ શુભસંદેશના લેખક તરીકે માથ્થી વિશે વધારે જાણીએ છીએ.
એક વ્યક્તિ પોતાના વિશે લખતી ન હોય તો પણ એમનાં લખાણમાંથી એ વ્યક્તિ વિશે ઘણું બધું જાણી શકીએ છીએ. આ દષ્ટિએ જોઈએ તો માથ્થીકૃત શુભસંદેશની ઘણી લાક્ષણિકતાઓ એના લેખક માથ્થીની લાક્ષણિકતાઓ તરીકે ગણી શકાય છે.
પારંપારિક રીતે માથ્થીને જ પ્રથમ શુભસંદેશના લેખક તરીકે માનવામાં આવે છે. એ જ રીતે માથ્થીકૃત શુભસંદેશ જ સૌ પ્રથમ લખાયેલા શુભસંદેશ તરીકે રણ ગણવામાં આવે છે. એટલે જ માથ્થીકૃત શુભસંદેશને પ્રથમ પુસ્તક તરીકે નવા કરારની શરૂઆતમાં આપેલો હોય છે. પરંતુ બાઈબલના અમુક પંડિતો માને છે કે માથ્થીકૃત શુભસંદેશ તેના પહેલા લખેલા ત્રણ દસ્તાવેજનો આધાર લઈને લખવામાં આવ્યો છે અને એ ત્રણ ખતપત્રોમાં માર્કકૃત શુભસંદેશનો પણ સમાવેશ થાય છે. માથ્થીકૃત શુભસંદેશનો એક મૂળ સ્ત્રોત માથ્થી પોતે અગાઉ લખેલું દસ્તાવેજી લખાણ છે.
બાઈબલના પંડિત રોનાલ્ડ બ્રાઈનરિગ્ગ ‘હૂસ હૂ ધ ન્યૂ રેસ્ટામેન્ટ’માં કહે છે તેમ, “માથ્થીકૃત શુભસંદેશમાં માર્કના શુભસંદેશનાં પંચાણુ ટકા લખાણનો સમાવેશ થાય છે.”
છતાં એકથી વધારે રીતે માથ્થીકૃત શુભસંદેશનું આગવું વિશિષ્ટ મહત્વ છે. માથ્થીકૃત શુભસંદેશ એક યહૂદી દ્વારા લોકો માટે લખાયેલો શ્રદ્ધાનો ગ્રંથ છે. પોતાના શુભસંદેશના હેતુની બાબતમાં ખૂબ સ્પષ્ટ છે. તેમણે ખૂબ સફળતાથી પૂરવાર કર્યું છે કે પ્રભુ ઈસુ જ ઈશ્વરે વચન આપેલા મુક્તિદાતા છે. જૂના કરારમાં જે તારણહારની વાત છે તે જ તારણહાર પ્રભુ ઈસુ પોતે જ છે. આ વાતના પુરાવારૂપે માથ્થીએ પોતાના શુભસંદેશમાં જૂના કરારનાં ઘણાં ઉતારા આપ્યા છે.
માથ્થીના શુભસંદેશની એક આગવી વિશિષ્ટતા એ છે કે ફક્ત માથ્થી જ ઈશ્વરના રાજ્યના દષ્ટાંત આપે છે. બાઈબલના અમુક પંડિતોએ જણાવ્યું છે કે માથ્થીએ પોતાના શુભસંદેશમાં આશરે ૫૬ વખત ઈશ્વરના રાજ્યની વાત કરી છે !
માથ્થી શુભસંદેશનો રાંક અને નમ્ર લેખક છે. તેમણે પોતાના શુભસંદેશમાં પોતાના ગુરુ ઈસુનું સ્પષ્ટ ચિત્ર દોર્યું છે. પણ પોતાના વિશે ખાસ કશુંય જણાવ્યું નથી !
માથ્થીની એક બીજી વિશિષ્ટતા એ છે કે તેમણે ‘ગિરીપ્રવચન’ કે ‘પરસુખનો માર્ગ’ માં ખૂબ સ્પષ્ટ રીતે ઈસુના નૈતિક શિક્ષણને વાચા આપી છે. માથ્થીએ ખૂબ ચીવટથી પસંદ કરેલા ઈસુનું ‘ગિરી પ્રવચન’ બધા સમય માટે અને બધી પ્રજાઓ માટે અમૂલ્ય રહે છે.
માથ્થીના શુભસંદેશની હજી એક આગવી વિશિષ્ટતા એ છે કે ચારેય શુભસંદેશમાં ફક્ત માથ્થીકૃત શુભસંદેશમાં જ આપણે ‘અંતિમ ન્યાય’નું દષ્ટાંત જોવા મળે છે. વળી, માથ્થીએ પોતાના શુભસંદેશના ૨૪ અને ૨૫ પ્રકરણોમાં દુનિયાના અંત વિશે ઈસુએ આપેલો વાર્તાલાપ વ્યવસ્થિત રીતે આપ્યો છે.
એ જ રીતે ફક્ત માથ્થી જ પૂર્વમાંથી આવેલા પંડિતોની વાત કરે છે. (જુઓ માથ્થી ૨:૧-૧૨) વળી, પોતાના શુભસંદેશને અંતે માથ્થીએ ઈસુના બધા શિષ્યો માટે આપેલો સંદેશ અસંદિગ્ધ છે, સ્પષ્ટ : “તમે જાઓ, અને બધી પ્રજાના લોકોને મારા શિષ્યો બનાવો, અને તેમને પિતા, અને પુત્ર, અને પવિત્ર આત્માને નામે સ્નાનસંસ્કાર કરાવો. તમને મેં જે જે આજ્ઞાઓ આપી છે તેનું પાલન કરવાનો ઉપદેશ આપો, અને ખાતરી રાખજો કે, હું યુગના અંત સુધી સદા તમારી સાથે છું” (માથ્થી ૧૮:૧૯-૨૦).
રોનાલ્ડ બ્રાઉનરિગ્ગે નોંધ્યું છે તેમ વિવિધ પારંપરિક માન્યતાઓ મુજબ માથ્થી શહિદ થયા છે. એમના શહીદ થવાના સ્થળ અંગે બાઈબલમાં પડિતોમાં મતમતાંતર પ્રવર્તે છે.
કેથલિક ખ્રિસ્તી આલમ સંત માથ્થીનો તહેવાર દર વર્ષે સપ્ટમ્બર ૨૧મીએ ઉજવે છે. (લેખક સાથે સંપર્ક : ciss@satyam.net.in)
#
(છેલ્લે બદલ્યાની તારીખ : ૧૬-૦૯-૨૦૦૯)
(ફરી બદલવાની તારીખ : ૦૧-૧૦-૨૦૦૯)
ફાધર વર્ગીસ પોલ © કોપીરાઈટ ૨૦૦૯ |