સિમોન નામે નવો પાત્રો
ફાધર વર્ગીસ પોલ
|
| |
| નવા કરારમાં સિનોન નામવળા નવ પાત્રો છે. અમાં સિમોન પીતર અને જહાલ સિમોન નામે બે પાત્રો ઈસુના ૧૨ પ્રેષિતોમાં છે. તેમના વિશે બે ભિન્ન લેખો લખાય છે. અહીં બાકીના સાત સિમોનની વાત કરીએ. |
| |
| એક, ઈસુના ભાઈ સિમોન, ગુજરાતીમાં કહીએ કે સાધુ તો ચલતા ભલા. ઈસુ એક ફરતા ફકીર તરીકે પ્રથમવાર પોતાનું વતન નાસરૈથ પહોંચ્યા અને ત્યાં વિશ્રામવારને દિવસે સભાગૃહમાં ગયા. શુભસંદેશકાર માથ્થી, માર્ક અને લૂકે ઈસુના પોતાના ગામની મુલાકાતની વાત કરી છે. ઈસુની પ્રભાવશાળી વાણીથી તેમના ગામના લોકો આશ્ચર્યચકિત થી ગયા અને તેઓ કહેવા લાગ્યા, આ માણસમાં આવું જ્ઞાન અને આવી ચમત્કારિક શક્તિઓ ક્યાંથી ? (માથ્થી ૧૩, ૫૪). |
| |
| લોકોની નવાઈનું કારણ, તેઓ જાણતા હતા કે ઈસુ ગામના એક સુથારનો દીકરો છે. એટલે તેઓ વિસ્મીયતાથી એકબીજાને પ્રશ્નો પૂછવા લાગ્યા. માથ્થી અને માર્કે એમના પ્રશ્નોને વાચા આપી છે. એ પેલા સુથારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી? અને યાકોબ, યોસેફ, સિમોન તથા યહૂદા એના ભાઈઓ નથી? અને એની બહેનો બધી આપણા ભેગી રહેતી નથી? તો પછી એનામાં આ બધું ક્યાંથી ? (માથ્થી ૧૩, ૫૫-૫૬; માર્ક ૬, ૨-૩). |
| |
| બાઈબલના પંડિતો આ સિમોનને ઈસુના પિતરાઈ ભાઈ-બહેનો સાથે મુકે છે. આપણે જાણીએ છીએ કે ઈસુના પિતરાઈ ભાઈ યાકૂબ આદિ ખ્રિસ્તી ધર્મસભામાં એક જાણીતી આગેવાન-વ્યક્તિ બન્યા હતા. પણ ઈસુના બીજાં પિતરાઈ ભાઈ-બહેનો વિશે આપણી પાસે કોઈ ચોક્કસ માહિતી નથી. |
| |
| બે, કુષ્ઠરોગી સિમોન, ઈસુના સમયમાં કુષ્ઠરોગનો શબ્દ ચામડીના કોઈ પણ રોગ માટે લાગુ પડતો હતો. ઈસુ કે અન્ય કોઈ જણે સિમોનને એના કુષ્ઠરોગમાંથી સાજોનરવો કર્યો હતો. છતાં એમને કુષ્ઠરોગી સિમોન’ કહેવામાં આવતું હતું. એક દિવસ ઈસુ અમને ઘેર જમવા ગયા. |
| |
માથ્થી અને માર્ક સ્પષ્ટપણે જણાવે છે કે, ઈસુ બેથાનિયામાં કુષ્ઠરોગી સિમોનને ત્યાં હતા (માથ્થી ૨૬, ૬; માર્ક ૧૪, ૩)
જ્યારે ઈસુ સિમોનને ત્યાં ભોજન કરવા બેઠા ત્યારે એક બાઈ આરસપહાણની કૂપીમાં અસલ જટામાસીનું ખુબ કીમતી અત્તર લઈને આવી. તેણે તે કૂપી તોડીને અત્તર ઈસુના માથામાં રેડી દીધું (માર્ક ૧૪, ૩; માથ્થી ૨૬, ૬-૭). |
| |
| આપણે જાણીએ છીએ તેમ બેથાનિયા તો ઈસુનાં મિત્રો માર્થા, મરિયમ અને તેમના ભાઈ લાઝરસનું ગામ છે. શુભસંદેશકાર યોહાન પણ આજ પ્રસંગનું કે આના જેવા એક પ્રસંગનું વર્ણન કર્યું છે. હવે અવું બન્યું કે લાઝરસ નામે એક માણસ માંદો પડયો. તે મરિયમ અને તેની બહેન માર્થાના ગામ હેથાનિયામાં રહેતો હતો. જે મરિયમે પ્રભુનો અત્તરથી અભિષેક કર્યો હતો અને તેમના ચરણ પોતાના વાળથી લૂછયા હતા તે મર્યમનો ભાઈ લાઝરસ માંદો પડયો હતો. (યોહાન ૧૧, ૧-૨) ઈસુએ આ લાઝરસને મૃત્યુમાંથી પુનર્જીવન આપ્યું હતું. બાઈબલના ઘણા પાત્રોની જેમ આપણે કુષ્ઠરોગી સિમોન વિશે પણ ખાસ જાણતા નથી. |
| |
| ત્રણ, ફરોશી સિમોન. ફક્ત લૂકે જ આ ફરોશી સિમોનની વાત કરી છે. ક ફરોશીએ ઈસુને પોતાને ત્યાં જમવા નોતર્યા, એટલે તેઓ તેને ઘેર જઈને ભાણે બેઠા, એટલામાં ફરોશીને ઘેર ઈસુ જમવા બેઠા છે એવું જાણીને, શહેરની એક પતિત સ્ત્રી સંગેમરમરની કૂપીમાં અત્તર લઈને આવી પહોંચી, અને પાછળ જઈને આંસુ સારતી સારતી ઈસુને ચરણે પડી ગઈ. તેનાં આંસુથી તેમનો ચરણ ભીંજાઈ ગયા તે તેણે પોતાના વાળથી લૂછી નાખ્યા. પછી તેણે ચરણ ચૂમી ચૂમીને અત્તર લગાડયું. (લૂક ૭, ૩૬-૩૭). |
| |
| બાઈબલના અમુક પંડિતો માને ઠે કે ઓ ફરોશી સિમોન અને કુષ્ઠરોગી સિમોન એક જ વ્યક્તિ છે, બે ભિન્ન પાત્રો નથી. તો બીજા બાઈબલના નિષ્ણાતો માને છે કે બંને સિમોન એક નથી પણ અલગ વ્યક્તિઓ છે. કારણ, કુષ્ઠરોગી સિમોનનું ઘર બેથાનિયામાં છે. જ્યારે ફરોશી સિમોનનું ઘર બેથાનિયા નથી રણ ગાલીલ છે. એટલું જ નહિ, પણ ઈસુના પગે અત્તર લગાડનાર બાઈને શહેરની એક પતિત સ્ત્રી તરીકે ઓળખવામાં આવી છે. |
| |
| ફરોશી સિમોનની વાતમાં આપણને પશ્ચાત્તાપ અને માફીનો પાઠ મળે છે. વળી, એક બાજુ આપણે ફરોશી સિમોન ઈસુ પર શંકા ધરાવતા જોઈએ છીએ. તો બીજી બાજુ આપણે પતિત સ્ત્રીની ઈસુ પરની અડગ શ્રદ્ધા જોઈને આપણે પ્રભાવિત થઈએ છીએ. લૂકે વર્ણવેલા ફરોશી સિમોનનો પ્રતિભાવ નોંધપાત્ર છે: આ જોઈને ઈસુને નોતરનાર ફરોશી મનમાં વિચાર કરવા લાગ્યો કે, જો આ માણસ ખરેખર પયગંબર હશે તો એને ખબર પડી જવી જોઈએ કે એને અડનાર આ બાઈ કોણ છે અને કેવી છે; એ તો પતિતા છે. |
| |
| ચાર, યહૂદા ઈશ્કરિયોનો પિતા સિમોન, ફક્ત યોહાનકૃત શુભસંદેશમાં જ સિમોન ઈશ્કરિયોતની વાત આવે છે. યહૂદા ઈશ્કરિયોત ઈસુના બાર શિષ્યોમાંનો એક હતો. બાર શિષ્યોમાં યહૂદાને એક અગત્યનું કામ સોંપવામાં આવ્યું હતું. ઈસુ અને અમના શિષ્યો માટે વાપરવાના પૈસાની પેટી સિમોન ઈશ્કરિયોતનો દીકરો યહૂદાને સોંપવામાં આવી હતી. છતાં યહૂદા ઈશ્કરિયોતે નાણાં માટે ઈસુને દગો દીધો હતો. |
| |
| એક વાર ઈસુએ આડકતરી રીતે બાર શિષ્યો સાથેની વાતચીતમાં યહૂદાનો ઉલ્લેખ કર્યો હતો. મેં તમને બાર જણને પસંદ નથી કર્યા? છતાં તમારામાંનો જ એક સેતાન છે (યોહાન ૬, ૭૦). ઈસુએ કરેલા ઉલ્લેખનો યોહાને ખુલાસો કર્યો છે: એમના મનમાં સિમોન ઈશ્કરિયોતનો દીકરો યહૂદા હતો; કારણ, તે એમને દગો દેવાનો હતો, અને તે બારમાંનો એક હતો (યોહાન ૬, ૭૧) |
| |
| સિમોન ઈશ્કરિયોતના નામ પરથી બાઈબલના પંડિતોના કહેવા મુજબ ઇશ્કરિયોsત અર્થ કરિયોતના માણસ. એટલે દગાખોરનું કુટુંબ દક્ષિણ યહૂદિમાં આવેલા કરિયોત ગામમાં આવેલું છે. |
| |
| પાંચ ક્રૂરેને ગામનો સિમોન. પ્રથમ ત્રણ શુભસંદેશોમાં ક્રૂરેને ગામના સિમોનની વાત આવે છે. તો કંઈક કામ માટે કૂરેને ગામથી યરુશાલેમ શહેરમાં આવ્યા હશે. એટલામાં પિલાતના મહેલમાંથી સૂબાના સિપાઈઓ ઈસુને અમના ખભે ક્રૂસ લાધીને ગુલગાથા તરફ લઈ જતા હતા. સિપાઈઓને લાગ્યું કે કોરજાના મારથી અને અન્ય સત્તામણીથી થાકેલા ઈસુ કદાસ ક્રૂસ ઊંચકીને ગુલગાથા સુધી પહોંચતા પહેલાં મૃત્યુને શરણે જશે. એટલે તેઓ ક્રૂસનું વજન ઊંચકીને ઈસુને મદદ કરવા માટે સિમોનને વેઠે પકડયો. માથ્થીના શબ્દોમાં કહીએ તો તેઓ બહાર નીકળતા હતા એવામાં કૂરેને ગામનો વતની સિમોન નામનો માણસ તેમને મળ્યો. તેને તેમણે ઈસુનો ક્રૂસ ઉપાડી લેવા વેઠે પકડયો (માથ્થી ૨૭, ૩૨). |
| |
| કૂરેને ગામના સિમોનની વધુ ઓળખાણ આપતાં માર્કે નોંધ્યું છે કે તેઓ સિંકદર અને રુક્તસનો બાપ” હતા (માર્ક ૧૫, ૨૧). લૂકકૃત શુભસંદેશમાં કૂરેનેના સિમોનને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. તેઓ ઈસુને લઈને જતા હતા, એવામાં ગામડેથી પાછા વળતા કૂરેને ગામના સિમોન નામના અક માણસને તેમણે પકડયો અને ક્રૂસ તેના ઉપર ચડાવી દઈ ઈસુની પાછળ પાછળ આવવા કહ્યું (લૂક ૨૩, ૨૬). |
| |
| ત્રણેય શુસંદેશકારો માથ્થી, માર્ક અને લૂક જણાવે છે કે તેઓ, સૂબાના સિપાઈઓના દબાણથી કૂરેને ગામનો સિમોન ઈસુનો ક્રૂસ પોતાના ખભા પર ચડાવીને ઈસુની પાછળ ગયા છે. |
| |
| છ, મંત્રવિદ્યાવાળો સિમોન, પોતાના જંતરમંતરથી લોકોને અચંબામા નાખી દેનાર સિમોનની વાત ફક્ત પ્રેષિતોનાં ચરિતોમાં આવે છે. પ્રેષિતોનાં ચરિતોના આઠમાં અધ્યાયમાં અમનો પરિચય આપવામાં આવ્યો છે. સિમોન નામનો એક માણસ પહેલેથી એ શહેરમાં જંતરમંતરનો પ્રયોગ કરતો આવ્યો હતો. અને તેણે શમરુનના લોકોને અચંબામાં નાખી દીધા હતા, અને પોતે કોઈ મહાપુરુષ હોય એવો દાવો કરતો હતો. નાનાથી માંડીને મોટા સુધી સૌ તેનું સાંભળતા હતા અને કહેતા હતા, આ માણસ જેને મહાશક્તિ કહીએ એવી ઈશ્વરની શક્તિનો અવતાર છે.’ લોકો તોનું એટલા માટે સાંભળતા હતા કે ઘણા લાંબા સમયથી તે તેમને પોતાની મંત્રવિદ્યાથી અચંબ પમાડતો આવ્યો હતો. (પ્રે. ચ. ૮, ૯-૧૧) |
| |
| યરુશાલેમમાં ધર્મસંઘ સામે ભારે અત્યાચારો શરૂ થયા ત્યારે આદિ ખ્રિસ્તીઓ યહૂદિયા અને શમરુનના પ્રદેશોમાં વેરાઈ ગયા. એમાં ફિલિપ શમરુનના શહેરમાં જઈને ખ્રિસ્તનો પ્રચાર કરવા લાગ્યા. ફિલિપનાં વચનો અને ચમત્કારોથી પ્રભાવિત થયેલા શમરુનના ઘણાં સ્ત્રી-પુરુષોએ ખ્રિસ્ત પરની શ્રદ્ધાથી સ્નાનસંસ્કાર લીધો. સિમોને પણ શ્રદ્ધાથી સ્નાનસંસ્કાર લીધો. સિમોનને પોતાને પણ શ્રદ્ધા બેઠી અને સ્નાનસંસ્કાર લીધી પછી તે ફિલિપની સાથે ને સાથે રહેતો, અને પરચા અને અદ્દભુત ચમત્કારો થતા જોઈને ચકિત થઈ જતો. (પ્રે. ચ. ૮, ૧૩). |
| |
| એટલામાં યરુશાલેમથી પીતર અને યોહાન શમરુનમાં આવ્યા. પીતરે અને યોહાને સ્નાનસંસ્કાર લીધેલા શમરુનીઓને માથે હાથ મૂક્યો, અને તેમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થઈ. પીતર અને યોહાનના હાથ મૂકવાથી લોકોને પવિત્ર આત્માની પ્રાપ્તિ થયા છે તે જોઈને પ્રભાવિત થયેલા મંત્ર વિદ્યાવાળો સિમોન એ જ શક્તિ મેળવવા માટે પીતરને નાણાં આપવા તૈયાર થયો. સિમોન તેમને પૈસ આપવા તૈયાર થયો અને કહેવા લાગ્યો, મને પણ આ શક્તિ આપો, જેથી જેને માથે હું હાથ મૂકું તેને પવિત્ર આત્માની પ્રાપ્તિ થાય
(પ્રે. ચ. ૮, ૧૮-૧૯). |
| |
| નાણાં આપીને પવિત્ર આત્માને ખરીદવાની વાતથી પીતર ક્ષોત્ર પામ્યા અને પીતરે સિમોનને કહ્યું, જહાનમમાં જાય તું ને તારા પૈસા! ઈશ્વરનું વરદાન પૈસાથી ખરીદી શકાય એવું તે માન્યું જ શી રીતે ? આ બાબતમાં તારો કશો લાગભાગ નથી, કારણ, તારું અંત:કરણ પરમેશ્વર આગળ ચોખ્ખું નથી. એટલે તારી દુષ્ટતા માટે પશ્ચાત્તાપ કર અને પ્રભુને પ્રાર્થના કર, જેથી કદાચ તારા અંતરના આ બદઇકાદાની તને માફી મળે, હું તો જોઉં છું કે તું હળાહળ વિષથી ભરેલો છે, અને પાપમાં જકડાયેલો છે. (પ્રે. ચ. ૮, ૨૦-૨૩). |
| |
| ત્યારે સિમોને કહ્યું, તમે મારે માટે પ્રભુને પ્રાર્થના કરો, કે તમે કહ્યું એમાંનું કશું મારા પર ન ગુજરે (પ્રે. ચ. ૮, ૨૪). |
| |
| સાત, સિમોન ચમાર, મંત્ર વિદ્યાના સિમોનની જેમ સિમોન ચમારની વાત પણ ફક્ત પ્રેષિતોનાં ચરિતો માં જ આવે છે. લોકોના આમંત્રણથી પીતર લુદાથી યાફા પહોંચ્યા. ત્યાં ટબીથા નામની એક શિષ્યા રહેતી હતી; એ બાઈનું આખું જીવન સત્કરેમ અને દાનધર્મમાં વીત્યું હતું. પણ તે બાઈ મરી ગઈ હતી. પીતરે પ્રાર્થના કરીને તેના શબ તરફ ફરીને કહ્યું, ટબીથા, ઊઠ ! પથી મૃત્યુમાંથી બેઠી થયેલી ટબીથાને પીતરે હાથના ટેકાથી ઊભી કરીને બધા ભક્તોને તેને જીવતી દેખાડી. (જુઓ પ્રે. ચ. ૯, ૪૦-૧૦). |
| |
| આ પ્રસંગના અનુંધાનમાં લૂકે નોંધ્યું છે કે, પીતર સિમોન નામના કોઈ ચમારને ત્યાં ઘણા દિવસ યાફામાં રહ્યો (પ્રેચ.૯, ૪૩).
|
| |
| દરિયાકિનારે આવેલા સિમોન ચમારના ઘરની વાત પણ આપણને પ્રેષિતોનાં ચરિતોમાં જોવા મળે છે. કૈસરિયામાં રહેત ભાવિક સેનાપતિ કર્નેલ્યુસને દેવી દર્શનમાં એક દેવદૂતે આદેશ આપ્યો, હવે તું માણસને યાફા મોલકીને સિમોન ઉર્ફે પીતરને તેડાવી મંગાવ. તે સિમોન ચમારને ત્યાં ઊતરેલો છે, જેનું ઘર દરિયાકિનારે આવેલું છે (પ્રે.ચ.૧૦, ૫-૬).
|
| |
| પવિત્ર ભૂમિ ઈસ્રાયેલની મુલાકાત લેતા તીર્થાળુઓને પ્રવાસના માર્ગદર્શકો પૌરાણિક યાફાના બંદર પાસે લઈ જાય છે અને ત્યાં સિમોન ચમારના ઘરનું સ્થળ બતાવવામાં આવે છે.
|
| |
(છેલ્લે બદલ્યાની તારીખ :૦૧-૧૧-૨૦૦૯)
(ફરી બદલવાની તારીખ (૧૬-૧૧-૨૦૦૯)
ફાધર્ગીસ પોલ કોપીરાઈટ ૨૦૦૯ |