| આપણે મુખ્યત્વે પ્રેષિતોનાં ચરિતોમાંથી સિલાસ વિશે જાણીએ છીએ. પાઉલનાં કેટલાંક પત્રોમાં તેમ જ પીતરના પ્રથમ પત્રમાં પણ આપણને સિલાસનો ઉલ્લેખ મળે છે. પાઉલના ત્રણ પત્રોમાં જેનો ઉલ્લેખ છે તે સિલ્વાનુસ (૨ કરિંથ ૧, ૧૯; ૧ થેસ્સલોનિકા ૧, ૧; ૨ થેસ્સલોનિકા ૧, ૧) અને સિલાસ એક વ્યક્તિ છે, એમ બાઈબલના પંડિતો માને છે.
પીતરે પોતાનો પહેલો પત્ર સિલ્વાનુસના હાથે લખાવ્યો છે. એ વાતને ધ્યાનમાં લઈએતો આપણે માની શકીએ કે સિલ્વાનુસ એક કુશળ લહિયો છે. પીતર લખે છે, જેને હું મારો વફાદાર ધર્મબુંઘ ગણું છું એવા સિલ્વાનુસ હસ્તક મેં તમને ઉપદેશના આ થોડા શબ્દો લખાવ્યા છે (જુએ ૧ પીતર ૫, ૧૨).
લૂકે પ્રેષિતોનાં ચરિતોમાં જણાવ્યું છે તેમ પ્રેષિતો અને ધર્મસંઘના વડીલોએ પાઉલ અને બાર્નાબાસની સાથે અંત્યોખ મોકલવા માટે પોતાના બે પ્રતિનિધિઓને પસંદ કર્યા હતા. એમાં એક સિલાસ હતો. તેમણે ધર્મબંધુઓમાં અગ્રણી એવા બે જણને પસંદ કર્યા, એક યહૂદા ઉર્ફે બાર્નાબાસ અને બીજો સિલાસ (પ્રે.ચ. ૧૫, ૨૨).
સિલાસ અને યહૂદાનું કામ પાઉલ અને બાર્નાબાસ સાથે અંત્યોખ જવાનું અને પ્રેષિતો અને વડીલોનો સંદેશ અંત્યોખવાસીઓને પહોંચાડાનું હતું. એટલું જ નહિ પણ તેમનું કામ અંત્યોખ, સીરિયા અને કિલીકિયાના બિનયહૂદીઓને સંદેશ મોઢેથી કહેવાનું પણ હતું. આથી અમે યહુદાને અને સિલાસને મોકલ્યા છે; તેઓ જાતે તમને એ જ સંદેશો મોઢેથી કહેશે; પવિત્ર આત્મા એ અને અમે એવો નિર્ણય કર્યો છે કે, આટલી આવશ્યક બાબતો ઉપરાંત તમારે માથે બીજો કોઈ બોજો નાખવો નહિ: તમારે મૂર્તિઓને ધરાવેલું નૈવેદ્ય, લોહી કે ગૂંગવાળીને મારેલાં લોહી સાથેનાં પ્રાણીઓ ખાવાં નહિ અને નિષિદ્ધ લગ્નસંબંધોથઈ દૂર રહેવું. આવુંન કરવામાં તમારું ભલું છે, ભગવાન તમારું ભલું કરો (પ્રે.ચ. ૧૫, ૨૭-૨૯).
અંત્યોખમાં બંને સિલાસનાં અને યહૂદાનાં કામકાજો વિશે આપણે પ્રેષિતો ચરિતોમાં વાંચીએ છીએ કે, યહુદા અને સિલાસ પયગંબર હતા એટલે તેમણે ધર્મબંધુઓને ઉત્સાહનાં અનેક વચનો સંભળાવીને તેમનામાં દઢતા પ્રેરી (પ્રે.ચ. ૧૫, ૩૨).
અંત્યોખમાં થોડો સમય ગાળ્યા પછી સિલાસ સાથે એમના મિશન કાર્યમાં જોડાયા અને તેઓ સિરિયા અને કિલીકિયામાં ફરી ફરીને ધર્મસંઘોને સંગઠિત બનાવવા લાગ્યા (પ્રે.ચ. ૧૫, ૪૧). એક યહૂદી અને રોમન નાગરિક તરીકે સિલાસ મિશનરી મુસાફરીઓમાં પાઉલ માટે એક યોગ્ય સાથીદાર હતા.
મિશનરી મુસાફર દરમિયાન પાઉલ અને સિલાસ મકદોનિયા પ્રાંતનું મુ્ખ્ય શહેર ફિલિપ્પીપહોંચ્યા. ત્યાં તેઓ ઘણા દિવસ રોકાયા હતા. એક વખત પ્રાર્થનાના સ્થાને જતાં પાઉલે એમની પાછળ પડેલી એક ગુલામ છોકરીમાંથી દુષ્ટ આત્માને બહાર કાઢયો. પરિણામે એના ભવિષ્ય ભાખવાથીએના માલિકોને મળતો લાભ બંધ થયો. એટલે એ માલિકોએ પાઉલ અને સિલાસને પકડીને અધિકારીઓ આગળ ચોકમાં ઘસડીને લઈ ગયા અને એમના ઉપર આરોપ મૂક્યો કે, આ લોકો આપણા શહેરમાં ખૂબ ધમાલ મચાવે છે.
શહેરના ન્યાયાધીશોએ તેમનાં કપડાં ઉતારીને તેમને ફટકા મારવાનો હુક્કમ કર્યો. અને પછી જેલખાનામાં પૂરી દીધા. (જુઓ પ્રે.ચ. ૧૬, ૧૬-૨૪).
પાઉલ અને સિલાસ મધરાતે ભજન ગાતા હતા ત્યારે ચમત્કારિક રીતે ભારે ધરતીકંપથી જેલના બંધનથી મુક્ત થયા. તે વખતે પાઉલ અને સિલાસના વર્તનથી પ્રભાવિત થઇને જેલરે તથા એમના સૌ કુટુંબીજનોએ સ્નાનસંસ્કાર સ્વીકાર્યો.
સવારે ન્યાયાધીશોએ માણસો મોકલીને કેદીઓને મુક્ત કરવાનો સંદેશ જેલરને પહોંચાડયો. પરંતુ પાઉલ અને સિલાસે ન્યાયાધીશોને વળતો સંદેશ મોકલાવ્યો કે બે રોમન નાગરિકોને કશા ગુના વગર જાહેરમાં ફટકા મારવા અને જેલમાં પૂરવાનો ગુનો કર્યા પછી છાનામાના છોડવાની વાત નહિ બને!
બંને કેદીઓ રોમનો છે એમ જાણીને ન્યાયાધીશો ગભરાયા અને જાતે આવીને પાઉલ અને સિલાસની માફી માગી અને જેલમાંથી બહાર જવા વિનંતી કરી. (જુઓ. પ્રે.ચ. ૧૬, ૨૫-૩૯).
પ્રેષિતોનાં ચરિતોએ વધુમાં નોંધ્યું છે કે, જેલખાનામાંથી નીકળીને તેઓ (પાઉલ અને સિલાસ) લુદિયાને ઘરે ગયા, ધર્મબંધુઓને મળ્યા અને તેમને ઉત્સાહ આપી વિદાય થયા (પ્રે.ચ. ૧૬, ૪૦).
પાઉલની મિશનરી યાત્રા દરમિયાન સાથે રહીને સિલાસ અમ્ફિપોલિસ અને અપોલ્લોનિયામાં થઈને થેસ્સલોનિકા આવ્યા. ત્યાં પાઉલે કરેલા ઈસુના જીવન અને સંદેશની ઘોષણાથી ગ્રીકોનો મોટો સમુદાય અને અનેક અગ્રગણ્ય સ્ત્રીઓને ઈસુ ઉપર શ્રદ્ધા બેઠી અને તેઓ પાઉલ અને સિલાસ સાથે જોડાયાં.
પરંતુ ઈર્ષ્યાથી પ્રેરાઈને યહૂદીઓ પાઉલ અને સિલાસ તથા એમને આશરો આપનાર યાસોન વિરુદ્ધ ટોળા ભેગા કરીને અધિકારીઓ આગળ ખળભળાટ મચાવ્યો.. તેમની ફરિયાદ હતી કે, આખી દુનિયાને ઉપર તળે કરી મૂકનારા આ માણસો (પાઉલને સિલાસ) અહીં પણ આવી પહોંચ્યા છે, અને યાસોને એમને પોતાના મહેમાન તરીકે રાખ્યા છે (પ્રે.ચ. ૧૭, ૬-૭).
અધિકારીઓએ યાસોન અને બીજાઓ પાસેથી જામીન લઈને પાઉલ અને સિલાસને છોડી દીધા છે. ધર્મૂબંધુઓએ તરત જ પાઉલ અને સિલાસને રાતોરાત બરૈયા મોકલી આપ્યા (પ્રે.ચ. ૧૭, ૧૦).
બરૈયાના યહૂદીઓએ થેસ્સલોનિકાના યહૂદીઓ કરતાં વધારે ઉદારતાથી પાઉલ અને સિવાસે લાવેલા સંદેશને વધાવી લીધો. ત્યાં પણ ઘણા યહૂદીઓ તેમજ ગ્રીક સ્ત્રીઓને અને પુરુષોને પણ ઈસુમાં શ્રદ્ધા બેઠી.
થેસ્સલોનિકાથી આવેલા યહૂદીઓના વિરોધને કારણે બરૈયાના ધર્મબંધુઓ પાઉલને આથેન્સ મોકલી દીધા પછી પાછા આવ્યા. સિલાસ અને તિમોથી વધારે સમય બરૈયા રહ્યા હતા. (પ્રે..ચ. ૧૭, ૧૪-૧૫). પછી પાઉલના કહ્યા મુજબ સિલાસ અને તિમોથી પાઉલ પાસે કરિંથ પહોંચ્યા.
સિલાસ કરિંથમાં પાઉલ અને તિમોથી સાથે નોંધપાત્ર સમય રહ્યા હતા. કરિંથથી પાઉલે થેસ્સલોનિકાના ધર્મસંઘ પર લખેલા બંને પત્રોમાં ત્રણેય નામો છે: થેસ્સલોનિકાવાસીઓના સંઘ પ્રત્યે લિખિતંગ પાઉલ, સિલ્વાનુસ અને તિમોથી. તમારા ઉપર કૃપા અને શાંતિ હો (૧ થેસ્સ. ૧, ૧).
આ જ અભિવાદન થેસ્સલોનિકાના ધર્મસંઘ પરના પાઉલના બીજા પત્રમાં પણ છે. થેસ્સલોનિકાવાસીઓના સંઘ પ્રત્યે લિખિતંગ પાઉલ, સિલ્વાનુસ અને તિમોથી (૨ થેસ્સ. ૧, ૧,).
સિલાસ કરિંથ ખાતે કેટલો સમય રહ્યો છે એનો આપણને ખ્યાલ નથી. એ જ રીતે ક્યારે અને ક્યાં સિલાસ પ્રેષિત પીતર સાથે જોડાયા એનો પણ આપણને ખ્યાલ નથી. પણ આપણે માની શકીએ કે સિલાસ પીતર સાથે નોંધપાત્ર સમય રહીને એમને મિશનરી કામકાજોમાં ભાગીદાર બન્યા હશે. એટલે જ પીતર પોતાના પ્રથમ પત્રમાં સિલાસને મારો વફાદાર ધર્મબંધુ કહે છે. જેને હું મારો વફાદાર ધર્મબંધુ ગણું છું એવા સિલ્વાનુસ હસ્તક મેં તમને ઉપદેશના આ થોડા શબ્દો લખાવ્યા છે, અને આ જ ઈશ્વરની સાચી કૃપા છે એની આથી ખાતરી આપું છું (૧ પીતર ૫, ૧૨).
પીતર ઇને સિલાસે સાથે પ્રેષિત કામ કર્યું હશે, એકબીજાના ગુણો તથા શક્તિ વિશેષતાઓ બરાબર જાણ્યું હશે. એટલે પીતરે સિલાસને પોતાના લહિયા બનાવીને સિલાસ પાસે પોતાનો પ્રથમ પત્ર લખાવ્યો છે અને એનો ઉલ્લેખ પત્રમાં જ કર્યો છે.
સંપૂર્ણ બાઈબલમાં સિલાસ અને સિલ્વાનુસ બંને નામો જુદા જુદા સંદર્ભમાં વાપરવામાં આવ્યાં છે. પરંતુ ગુડ ન્યુઝ બાઈબલ (અંગ્રેજીમાં) બધેય જ સિલાસ નામ આપવામું આવ્યું છે. (લેખક સાથે સંપર્ક: ciss@
|