Bible_English

અધ્યાય-13

જીવનપલટાની હાકલ
  • બરાબર આ જ વખતે કેટલાક માણસોએ આવીને ઈસુને ખબર આપી કે, ગાલીલના કેટલાક માણસો બલિદાન ચડાવતા હતા ત્યારે પિલાતે તેમની કતલ કરી નાખી.
  • ઈસુએ તેમને જવાબમાં કહ્યું, એ ગાલીલવાસીઓની આવી દશા થઈ એટલા ઉપરથી જ તેઓ પોતાના બીજા દેશજનો કરતાં વધારે પાપી હતા તમે પણ એ જ રીતે નાશ પામશો. અથવા તો જે અઢાર માણસો સિલોઆમનો મિનારો તૂટી પડવાથી કચડાઈ મૂઆ હતા, તેઓ યરુશાલેમમાં વસતા બીજા બધા માણસો કરતાં વધારે જોષિત હતા એમ તમે માનો છો ?
  • હું તમને કહું છું, એમ નથી. પણ જો તમે જીવનપલટો નહિ કરો, તો તમે બધા પણ એ જ રીતે નાશ પામશો.
  • પછી તેમણે તે લોકોને આ દષ્ટાંતકથા કહી, એક માણસની દ્રાક્ષની વાડીમાં એક અંજીરનું ઝાડ રોપેલું હતું. તે તેના ઉપર અંજીર શોધવા આવ્યો, પણ એકે ન મળ્યું.
  • આથી તેણે દ્રાક્ષની વાડીના માળીને કહ્યું, જો, ત્રણ વરસ થયાં હું આ અંજીરી ઉપર અંજીર શોધવા આવું છું. પણ મને એકે અંજીર મળ્યું નથી. એને કાપી નાખ. જમીન શું કામ નકામી રોકવી ?
  • ત્યારે માળીએ કહ્યું, સાહેબ, એને આટલું એક વરસ રહેવા દો, દરમિયાન હું એની આસપાસ ગોડ કરીશ ને ખાતર નાખશી.
  • એ પછી એને ફળ આવે તો ઠીક છે, નહિ તો કપાવી નાખજો.
વિશ્રામવારે દયા પણ ન થાય ?
  • વિશ્રામવારે ઈસુ એક સભાગૃહમાં ઉપદેશ આપતા હતા.
  • ત્યાં એક બાઈ એવી હતી જે અઢાર વર્ષથી અપદૂત વળગવાથી માંદી હતી. તે વાંકી વળી ગઈ હતી અને ટટ્ટાર ઊભી રહી શકતી જ નહોતી.
  • તેને જોતાં જ ઈસુએ તેને પાસે બોલાવી કહ્યું, બાઈ, તારી પીડા મટી ગઈ છે.
  • એમ કહીને તેમણે તેના ઉપર હાથ મૂક્યો કે તરત જ તે ટટ્ટાર થઈ ગઈ અને ઈશ્વરની સ્તુતી કરવા લાગી.
  • પણ વિશ્રામવારને દિવસે સાજી કરી એથી સભાગૃહનો અધ્યક્ષ ઈસુ ઉપર રોષે ભરાઈને લોકોને કહેવા લાગ્યો, કામ કરવાના છ છ દિવસ છે, એ દિવસો દરમિયાન સાજા થવા આવો, પણ વિશ્રામવારે નહિ.
  • પ્રભુએ તેને જવાબ આપ્યો, તમે તે કેવા પાખંડી છો ! તમારામાં એક પણ એવો છે કે વિશ્રામવારે પોતાના બળદને કે ગધેડાને ગમાણમાંથી છોડીને પાણી પાવા ન લઈ જતો હોય ?
  • તો આ બાઈને-અબ્રાહમના કુળની એક દીકરીને-અઢાર વર્ષ થયાં સેતાને બાંધી રાખી હતી, એને વિશ્રામવારે છૂટી કરી એ ખોટું કર્યું ?
  • વચનો ઉચ્ચારતા જ તેમના વિરોધીઓ શરમિંદા બની ગયા, પણ લોકો તો ઈસુ જે અદ્દભુત કાર્યો કરી રહ્યા હતા તે જોઈને આનંદમગ્ન બની ગયા.
બીજમાંથી વૃક્ષ
  • પછી ઈસુએ કહ્યું, ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે ? મારે એને શાની ઉપમાં આપવી ? એ રાઈના દાણા જેવું છે.
  • કોઈ માણસ રાઈનો દાણો લઈને પોતાની વાડીમાં વાવે છે, તે વધીને મોટું ઝાડ થાય છે, અને આકાશનાં પંખીઓ આવીને તેની ડાળીઓમાં વાસો કરે છે.
  • વળી, તેમણે કહ્યું, ઈશ્વરના રાજ્યને મારે શાની ઉપમાં આપવી ? એ ખમીર જેવું છે.
  • એક બાઈ ખમીપ લઈને ત્રણ માપિયાં લોટમાં ભેળવે છે, એટલે ધીમે ધીમે બધા લોટને આથો ચડી જાય છે.
ઉદ્ધારનો માર્ગ સાંકડો
  • આ પ્રમામે શહેરોમાં અને ગામડાંઓમાં ઉપદેશ આપતાં આપતાં ઈસુ યરુશાલેમ તરફ આગળ વધી રહ્યા હતા.
  • કોઈએ તેમને પૂછયું, ગુરુદેવ થોડા જણો જ ઉદ્ધાર થવાનો છે ? તેમણે તેઓને જવાબ આપ્યો.
  • સાંકડે દરવાજેથી દાખલ થવા માટે મન મૂકીને પ્રયત્ન કરજો કારણ, હું તમને કહું છું કે, ઘણા અંદર દાખલ થવા ફાંફાં મારશે, પણ દાખલ થવા પામશે નહિ.
  • એક વખત ધરધણી ઊઠીને બારણાં વાસી દે એટલે તમારે બહાર ઊભાં ઊભાં બારણાં ખખડાવી કહેવાનું જ રહેશે કે, પ્રભુ, અમારે માટે બારણાં ઉઘાડો. પણ તે જવાબમાં તમને કહેશે, તમે કયાંના છો, મને ખબર નથી.
  • ત્યારે તમે દલીલ કરશો કે, અમે આપની સાથે બેસીને જમ્યા છીએ, અને આપે અમારા ફળિયામાં ઉપદેશ આપ્યો છે.
  • પણ તે તમને કહેશે, તમે ક્યાંના છો, મને ખબર નથી, અધર્મના આચરનારાઓ, તમે મારા મોં આગળથી દૂર ચાલ્યા જાઓ !
  • તમે જ્યારે અબ્રાહામને, ઈસહાકને, યાકોબને અને બધા પયગંબરોને ઈશ્વરના રાજ્યમાં વિરાજતા અને પોતાને બહાર હડસેલી મૂકવામાં આવેલા જોશો, ત્યારે તમારે રોવાનું અને દાંત પીસવાનું રહેશે.
  • અને પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી, ઉત્તરમાંથી અને દક્ષિમમાંથી લોકો આવી આવીને ઈશ્વરના રાજ્યની મિજબાનીમાં બેસી જશે.
  • અને જોજો, કેટલાક છેલ્લા છે તે પહેલા થશે અને પહેલા છે તે છેલ્લા થશે.
  • તે જ વખતે કેટલાક ફરોશીઓએ આવીને તેમને કહ્યું, તમે અહીંથી નકળીને ચાલ્યા જાઓ, કારણ, હેરોદ તમને મારી નાખવા માગે છે.
  • ઈસે તેમને કહ્યું, એ શિયાળવાને જઈને કહો કે, આજે અને આવતી કાલે તો હું અપદૂતો કાઢવાનું અને લોકોને સાજા કરવાનું ચાલુ રાખવાનો છું. અને પરમ દિવસે મારું કામ પુરું થશે.
  • પરંતુ આજે અને આવતી કાલે અને પરમ દિવસે તો મારે યાત્રા જારી રાખવી જ પડશે. કારણ, કોઈ પયગંબર યરુશાલેમની બહાર મૃત્યુને ભેટે એ તો બને જ નહિ.
યરુશાલેમ વિશે અફસોસ
  • ઓ યરુશાલેમ, યરુશાલેમ, તું પયગંબરોનો વધ કરે છે, અને પોતા પાસે મોકલલા દૂતોને પથ્થરે પથ્થરે મારી નાખે છે ! મરધી જેમ પોતાનાં બચ્ચાંને પોતાની પાંખમાં લે છે તેમ તારાં સંતાનોને પાંખમાં લેવાનું મેં કેટલીય વાર ઝંખ્યું છે, પણ તને રચ્યું નથી !
  • જો, તારું ઘર ત્યજી દેવાયું જ જાણ ! હું તમને ખાતરીથી કહું છું કે, હવે તમે જ્યારે એમ કહેશઓ કે, પ્રભુને નામે આવનાર ઉપર આશીર્વાદ ઊતરો, ત્યારે જ તમે મને જોવા પામશો.