English |
માનવજાતના આદિમાનવ તરીકે ઓળખાતા આદમ અને હાવા બાઈબલમાં ભગવાન ઈસુ અને તેમના શિષ્યોને બાદ કરતાં સૌથી વધારે જાણીતાં પાત્રો કહી શકાય. એટલે જ અંગ્રેજી અને બીજાં ઘણાં પ્રાચીન સાહિત્યોમાં આદમ અને હાવાના સમગ્ર માનવજાતનાં માતાપિતા તરીકે અને બધા માણસોને આદમ અને હાવાનાં સંતાનો તરીકેના ઘણા ઉલ્લેખો મળે છે.
બાઈબલના પ્રથમ ગ્રંથ ઉત્પત્તિમાં આવતી સર્જનની વાતમાં આદમ અને હાવાને ઈશ્વરની સર્વશ્રેષ્ઠ સૃષ્ટિ તરીકે ઈશ્વરની પ્રતિમૂર્તિ સમા સર્જયાની વાત છે. આથી ઈશ્વરે પોતાની પ્રતિમૂર્તિ રૂપે માણસને પેદા કર્યો. પોતાની પતિમૂર્તિ રૂપે ઈશ્વરે એને પૃથ્વીને ભરી દો અને તેને તાબે કરો.