ઈતિહાસને પાને (શૈલેષ ક્રિસ્ટી)

વિશ્વનાં બધાં જ ધર્મોમાં સત્ય શબ્દનો ઉલ્લેખ થયેલો છે. વર્ષોથી માનવી સત્યની શોધ કરતો જોવા મળે છે. માનવીનાં જીવનમાં અનેક કાર્યો મહત્વાકાંક્ષાઓ અને ધ્યેય હોય છે, પણ માનવીના જીવનનું સર્વોત્તમ અને મહાન કાર્ય સત્ય શોધવાનું છે.

ખલીલ જીબ્રાનની એક સુંદર કથા છે. સત્ય અને અસત્ય એ બે બહેનો નદીમાં નહાવા ઉતરી, નાહી લીધા બાદ અસત્યને કિનારે આવીને સત્યનાં કપડાં પહેરીને ચાલવા માંડયું, નદીની બહાર આવીને સત્યએ જોયું તો પોતાના કપડાં ન હતાં. કપડાં વગર કેવી રીતે ચાલી શકાય એટલે ન છૂટકે સત્યએ અસત્યનાં કપડાં પહેરી લીધાં ત્યારથી સત્ય અસત્યને ઓળખવા આખી માણસ જાત થાપ ખાઇ જાય છે. પણ ખરેખર તો અસત્યમાં રહેલ સત્ય અને સત્યમાં રહેલ અસત્યને ઓળખવું એ જ સત્યની શોધ છે. પણ સત્ય આખરે શું છે? સત્યની પરિભાષા કઈ? આપણે રોજબરોજનાં જીવનમાં સત્યની પરિભાષા કેવી કરીએ છીએ? મારું સત્ય જુદું અને તમારું સત્ય જુદું એમ સત્ય પોતપોતાની ધડિયાળનાં સમય જેવું હોય શકે? સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ અતિ સુક્ષ્મ હોય છે, કયારેક ડાહ્યા માણસો પણ સત્યને ઓળખી શકતા નથી, પામી શકતા નથી, પણ સત્ય તો સર્વ સામાન્ય છે. સત્ય એ કોઈ જૂની પુરાણી બાબત નથી, સત્ય એ કોઈ જૂની પુરાણી બાબત નથી, સત્ય એ કોઈ અતાર્કિક કે નિરર્થક બાબત નથી, સત્ય તો ઈશ્વર સાથેનો સંબંધ છે. સત્ય એ ઈશ્વરની અભિવ્યકિત છે. સત્ય તો સરળ છે કારણ સત્ય એ સત્ય છે.

આ સત્ય બોલવાથી ભૂતકાળમાં આપણે શું બોલ્યા હતા તે યાદ રાખવાની લગીરેય જરૂર પડતી નથી. વળી સત્ય બોલવાથી પ્રમાણિક વ્યક્તિ તરીકેની એક છાપ, પ્રતિભા ઊભી થાય છે. સત્યનિષ્ઠ વ્યકિત તરીકેની છાપથી લોકોમાં વિશ્વનીયતા વધે છે. લોકો તમને સાંભળે છે, અનુસરે છે, તમને સાથ સહકાર આપે છે. તમારા થકી પ્રેરણા મેળવે છે. આથી તમારા આત્મવિશ્વાસમાં પ્રચંડ વધારો થાય છે. તમારું આત્મસન્માન વધે છે. સત્યને પક્ષે રહેવાના કારણે તમે તનાવમુક્ત હળવા રહી શકો છે જે સરવાળે તમારી તંદુરસ્તી અને સુખી જીવનમાં વધારો જ કરે છે. આમ સત્ય બોલવાથી ઘણા બધા ફાયદા થાય છે, છતાંય મોટાભાગના લોકો સત્યથી કે સત્ય બોલવાથી દૂર ભાગતા હોય છે. અસત્ય બોલવાનાં ઘણા બઘા ફાયદા થાય છે, છતાંય મોટાભાગના લોકો સત્યથી કે સત્ય બોલવાથી દૂર ભાગતા હોય છે. અસત્ય બોલવાનાં ઘણાં બધાં કારણો હોય છે, એમાં પ્રમુખ કારણ પોતાને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એ જ હોય છે. કેટલાંક લોકો બીજાને દુ‌:ખી કરવા, તો કેટલાંક લોકો બીજાને નુકશાન પહોંચાડવા અસત્યનો સહારો લેતાં હોય છે. કેટલાંક લોકોને બીજાને દુ‌:ખી કરવા, તો કેટલાંક લોકો બીજાને નુકશાન પહોંચાડવા અસત્યનો સહારો લેતાં હોય છે. કેટલાંક લોકોને અસત્ય બોલવાની એક કુટેવ પડી ગઈ હોય છે. રોજિંદા જીવનમાં વાતે વાતે જુઠું બોલતાં હોય છે.

તેમનો કોઈ ઇરાદો નથી હોતો, અન્યને નુકસાન પહોંચાડવાનો કોઈ મલિન ઇરાદો નથી હોતો, પણ તેઓ એમ જ જુઠું બોલ્યે જાય છે અને ક્યારેક તો તેઓ અસત્ય બોલે છે તેનાથી પણ તેઓ વાકેફ નથી હોતાં. પણ આ આદતનાં કારણે તેઓ વિશ્વસનીયતા ગુમાવે છે. કેટલાંક લોકો જાણી જોઈને ઇરાદાપૂર્વક અસત્ય ઉચ્ચારે છે. અસત્ય બોલવા પાછળ તેમનાં ગર્ભીત ઇરાદાઓ હોય છે. તેઓ એક તૈયારિ સાથે અસત્ય બોલતા હોય છે. કેટલાક લોકો યુધિષ્ઠિર જેવા હોય છે જેમ યુધિષ્ઠિર હંમેશા સત્ય જ બોલતા હતા. છતાંય પ્રાણના રક્ષણ માટે યુધિષ્ઠિર અસત્ય કે અર્ધસત્ય બોલે છે કે, “અશ્વત્થામા હણાયો.” સ્વયંશ્રી કૃષ્ણ, યુધિષ્ઠિરને સમજાવતાં કહે છે કે પોતાનાં પ્રાણનાં રક્ષણ માટે અસત્ય બોલવું પડે તો તે પાપ નથી પણ અર્ધસત્ય કે અસત્ય બોલવું પડે તો તે પાપ નથી પણ અર્ધસત્ય કે અસત્ય બોલ્યા બાદ યુધિષ્ઠિરનો રથ જે પૃથ્વીથી ચાર તસું ઊંચો રહેતો હતો તે ભૂમિ ઉપર આવી ગયો હતો!

કેટલાક લોકો પોતાનું જીવન બચાવવા માટે અસત્ય બોલે છે પણ તેને અસત્ય ગણતા નથી, પણ દુનિયા આવા વ્યવહારું માણસની ખાસ નોંધ લેતી નથી. વ્યવહાર માટે અંગ્રેજી શબ્દ પ્રેકટીકલ ઘણો જ જાણીતો છે. કેટલાક લોકો પોતે કેટલાં વ્યવહારું અને હોંશિયાર છે એવું સાબિત કરવા માટે ગર્વ લે છે પણ દુનિયા આવા માણસથી ગર્વ અનુભવતી નથી કે નથી આવા માનવોની નોંધ લેતી. બલ્કે એવાં માણસોની જ નોંધ લે છે જેમનાં જીવનમાં વ્યવહારું કે પ્રેકટીકલ બનવાની તક આવી હતી. છતાંય માનવજીવનનાં ઉત્કર્ષ અને ઉમદા હેતુઓ માટે વ્યવહારું કે પ્રેકટીકલ બનવાને બદલે પોતાના ભોગે પણ સત્યને વળગી રહ્યાં. ઇતિહાસ આવા મહામાનવોની નોંધ લે છે. ઇતિહાસ ગૌરવ અનુભવે છે.

ઇતિહાસના પાને સોક્રેટિસની કથા જોવા મળે છે.

એથેન્સની લોકસભાએ સોક્રેટિસને મૃત્યુદંડની સજા ફરમાવી હતી. સોક્રેટિસની સામે મૃત્યુ સાક્ષાત હતું. પણ બચવાની એક શકયતા હતી. મૃત્યુને હાથતાળી આપી શકાય તેમ હતું અને તે માટે શરત માત્ર એટલી જ હતી કે, સોક્રેટિસે એથેન્સ છોડીને ચાલ્યા જવાનું અને જો સોક્રેટિસ એથેન્સ છોડવા તૈયાર થઈ જાય તો તેમનું જીવન બચી જાય તેમ હતું, પણ સોક્રેટસે ના પાડી દે છે. ભલેને મારું મૃત્યુ આવતું હું એથેન્સ છોડીને નહીં જાઉં. સત્તાધીશો સોક્રેટિસ માટે થોડા વધારે ઉદાર હતા, તેમણે સોક્રેટિસને કહ્યું કે, જો તેઓ એથેન્સ છોડવા તૈયાર ન હોય તો કંઈ વાંધો નહી તેઓ એથેન્સમાં રહી શકશે, પણ તેણે સત્ય બોલવાનું છોડી દેવું પડશે. સોક્રેટિસ પ્રશ્નોત્તરી કરીને લોકજાગૃતિનું શિક્ષણ બચી જાય એવી શક્યતા હતી. એથેન્સમાં રહેવાની તક પણ હતી, ફકત સત્ય બોલવાનું છોડી દેવાનું હતું, સહેજ વ્યવહારું બનવાની જરૂર હતી, થોડીક બાંધછોડ કરવાની જરૂર હતી સામે જીવન બચી જાય એમ હતું પણ સોક્રેટિસે જવાબ આપ્યો, હે એથેન્સવાસીઓ હું તમારો ખૂબ આદર કરું છું, પણ તમારા કરતાં હું ઈશ્વરની આજ્ઞા વધું માનું છું, મારામાં શ્વાસ છે ત્યાં સુધી જેને પણ મળવાનું થશે તેને મારી વાતો સંભળાવીશ હું મારો રાહ બદલીશ નહીં ભલે મારે હજાર વાર મરવું પડે. સત્ય તો બોલાય જશે આવતી કાલે હું સત્ય નહીં બોલું એવો વાયદો આજે હું કેવી રીતે કરી શકું? પરિણામે તેમને એક ઝેરનો પ્યાલો પીવો પડ્યો હતો. પ્યાલો ટાળી શકાય એમ હતો...! થોડા વ્યવહારું થવાની જરૂર હતી. જો સોક્રેટિસ સહેજ વ્યવહારું થઈ શક્યા હોત તો જીવી ગયા હોત, પણ જો સોક્રેટિસ જીવી ગયા હોત તો કદાચ સત્ય મરી ગયું હોત.

તેમના ઉપદેશ સાંભળતા અને ચમત્કારો જોવા માટે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડતા હતાં. રાત દિવસ ટાઢ તડકો જોયા વિના એમનાં અનુયાયીઓ તેમને પગલે પગલે ચાલતા હતા પણ એક નાદાન શિષ્ય ત્રીસ ચાંદીનાં સિક્કાનાં બદલામાં તેમની સાથે વિશ્વાસઘાત કરે છે. તેમને પકડાવી દે છે. રાજા હેરોદ તેમને છોડી મૂકવાની શરતે એક ચમત્કાર બતાવવાનું કહે છે. ઈસુએ તેમના જીવનમાં અનેક ચમત્કાર કર્યા હતાં, પણ છૂટી જવા માટે ઈસુ કોઈ ચમત્કાર કરવા તૈયાર ન થયા. આથી હેરોદે ઈસુને પાછો પિલાત પાસે મોકલી આપે છે.

પિલાત ઈસુને છોડી મૂકવાની સત્તા ધરાવતા હતા. તે ઈસુને પૂછે છે કે, “તું યહુદીઓનો રાજા છે? “જવાબમાં ઈસુ કંઈ બોલ્યા નહીં. ઈસુએ બોલવું જોઈતું હતું, એમને ખબર હતી કે પિલાત પોતાને છોડી મૂકવાની ક્ષમતા ધરાવે છે. પિલાત ફરી તક આપે છે તું યહુદીઓનો રાજા છે ને?” ઈસુએ એમ કહેવુ જોઈતું હતું કે, “હું યહુદીઓનો રાજા નથી. ઈસુએ એટલું જ કહ્યું હોત તો ઈસુને છોડી દેત પણ ઈસુ મૌન રહ્યા. આ મૌનથી પિલાત અસ્વસ્થ બને છે અને ફરીથી ગર્વ સાથે પૂછે છે, તને ખબર છે કે તને છોડી મૂકવાની અને ક્રૂસે ચડાવવાની મને સત્તા છે? ઈસુ પોતાનો પક્ષ સમજાવી શક્યા હોત, પણ ઈસુ મૌન રહે છે. ઈસુના મૌનનાં અવઈાંતરે સત્ય હતું, પણ ઈસુ મૌન રહે છે. ઈસુના મૌનનાં અવાંતરે સત્ય હતું, પણ ઈસુ પિલાતને સત્ય સમજાવી શકતાં નથી ને અંતે ઈસુને અસહ્ય કોરડાનો માર મારવામાં આવે છે. તેમને ઘાતકી ટોળાને હવાલે કરી દેવામાં આવે છે, તે લોકો ઈસુને વધસ્તંભે જડી દે છે. સત્યની કિંમત તેમને જીવનના ભોગે ચૂકવવી પડે છે. ઈસુએ થોડું વ્યવહારું થવાની જરૂર હતી પણ જો એ થોડા વ્યવહારું થયા હોત તો ઈસુ જીવી જાત પણ કદાચ ખ્રિસ્તી ધર્મ જન્મ્યો ન હોત!

દેશના સમગ્ર નાગરિકો માટે તે ભગવાન હતાં. તેમના આંદોલન અને નેતૃત્વમાં દેશ અહિંસક શસ્ત્રના સહારે આઝાદ બન્યો હતો. પ્રત્યેક તેમનો બોલ ઝીલવા આતુર હતા અને એમણે કહ્યું કે સમજૂતી પ્રમાણે પાકિસ્તાનને પંચાવન કરોડ રૂપિયા આપવા જોઈએ. (અર્ધી રાતે આઝાદી ગુજરાતી પાન નં 356) જવાબમાં ગાંધીજીને એમ સમજાવવામાં આવ્યા કે જો આપણે આ પૈસા પાકિસ્તાનને આપીશું તો આ પૈસાના ઉપયોગથી તેઓ શાસ્ત્રો ખરીદશે. એટલે જ્યાં સુધી કાશ્મીરનો પ્રશ્ન ઉકેલાય નહીં, ત્યાં સુધી એ પૈસા પાકિસ્તાનને આપવા નહીં. જ્યારે ગાંધીજી એમ માનતાં હતાં કે જ્યારે એક માણસ યા સરકાર જાહેરમાં એક કબૂલાત કરે, ત્યારે આ કબૂલાતથી કેવી રીતે ફરી જવાય? ગાંધીજી એમ માનતા હતા કે ભારતે આંતરરાષ્ટ્રીય નૈતિક તાકતનો દાખલો બેસાડવો જોઈએ તેને બદલે હજુ જન્મતાની (એટલે દેશ આઝાદ થતાંની) સાથે જ તે કેવી રીતે અનૈતિક કાર્ય કરી શકે!

દિલ્હીમાં શાંતિ સ્થપાય તે હેતુથી ગાંધીજી ઉપવાસ ઉપર બેસવાના હતા, આ ઉપવાસમાં હવે આંતરરાષ્ટ્રીય કબૂલાત પાળવા માટેની શરત ઉમેરાવાની હતી, શરત મુજ્બ પાકિસ્તાનને આપવાના પૈસા અપાય પછી જ ગાંઘીજી ઉપવાસ છોડવાનાં હતા. આ નિર્ણય બહાદુરીભર્યો હતો અને આ નિર્ણય તેમનાં માટે પ્રાણઘાતક નીવડયો (અર્ધી રાતે આઝાદી પાન નં. 359) ગાંધીજીને ચેતવવામાં આવ્યા હતા કે દુશ્મન દેશને મદદ ન કરવી જોઈએ, ગાંધીજીએ થોડા વ્યવહારું બનવાની જરૂર હતી. જિદ પકડવાની જરૂર ન હતી, એમણે એ માટે ઉપવાસ કરવા જોઈતા ન હતા પણ ગાંધીજી સત્યનાં પક્ષે રહ્યા પરિણામે મૃત્યુ જીતી ગયું.

જીવનમાં મુશ્કેલીઓ આવે, તકલીફ પડે, મૂંઝવણમાં મૂકાઈ જઈએ, કોઈ રસ્તો દેખાતો ન હોય ત્યારે સરળતાથી થોડું એડજસ્ટ કરી લેવું જોઈએ થોડું પ્રેક્ટીકલ થઈ જવું જોઈએ, એવો મોટાભાગના લોકોનો અભિગમ હોય છે. સોક્રેટિસ કે ગાંધી કે ઈસુને જો આપણે સલાહ આપવાની હોય તો આપણે એ જ સલાહ આપીએ કે એમણે જિદ છોડી દેવાની જરૂર હતી. જિદ એટલે સત્ય છોડી દેવાની જરૂર હતી અને આપણે સહેલાઈથી સત્ય છોડી દઈએ છીએ. કારણ કે સત્ય શું છે એ જ આપણને ખબર હોતી નથી.

આપણા માટે સત્ય સાવ સરળ છે સત્યની પરિભાષા આપણે આપણાં હિત અને સગવડ મુજબ ગોઠવીએ છીએ અને જરૂર પડે ત્યારે બદલી પણ નાંખીએ છીએ ત્યારે સત્યની વિભાવના રજૂ કરતા જે. કૃષ્ણામૂર્તિ કહે છે કે, “સત્યનો કોઈ માર્ગ નથી, સત્ય પામવાની કોઈ પદ્ધતિ કે કોઈ રીતરીવાજ નથી, કે જેના થકી આપણે સત્ય પામી શકીએ. સત્યના કોઈ રસ્તાઓ નથી હોતા સત્યનો કોઈ માર્ગ હોવો એ જ એક વિરોધાભાસી વાત છે. સત્ય હમેશા નવું હોય છે. નૂતન હોય છે. પણ આપણે જૂના મનથી જૂના વિચારથી સમજવા પ્રયત્નો કરીએ છીએ, આથી આપણે સત્યને પામી શકતાં નથી. આપણે જે માનીએ છીએ જે વિચારીએ છીએ તેનેજ સત્ય માનીએ છીએ, આપણે દરેક ઘટના અને પ્રસંગને ભૂતકાળનાં કોઈપણ વિચારથી ભૂતકાળનાં કોઈ પ્રભાવથી જ જોઈએ છીએ આથી સત્યને ચૂકી જઈએ છીએ ખરેખર તો ભૂતકાળના કોઈપણ વિચાર કે પ્રભાવ વિના પ્રત્યેક ક્ષણે જે હોય છે તેની સમજણ એ જ સત્ય છે. ભૂતકાળની કોઈપણ વાત કે અનુભવ સાથે તેની સરખામણી કરવાથી સમજણ નથી આવતી.

સત્ય ક્યારેક ભૂતકાળનું કે ભવિષ્યકાળનું નથી હોતું. સત્ય હમેશા વર્તમાનકાળમાં જ હોય છે. આથી સત્ય હમેશા જીવંત હોય છે. સતત નિર્માણ પામતું હોય છે આથી સત્યની કોઈ શરૂઆત નથી હોતી કે નથી તેનો કોઈ અંત હોતો, આમ સત્ય તો અસીમ છે. સામાન્યત્વે કેટલાક લોકો પોતાના પ્રિય પાત્ર આગળ હમેશાં જુઠું બોલે છે પોતે જે છે તે નહીં પણ જે નથી તે બતાવવા પ્રયત્ન કરે છે અને આ જુઠ પણ સભાનતાથી બોલે છે, જુઠ બોલવા પાછ્ળ તેમનો એક જ હેતું હોય છે કે પોતે પોતાના પ્રિય પાત્રને ગુમાવી ન દે, પોતાના સ્નેહીજનને ન ગુમાવવાની બીકે તેઓ સત્યનો ભોગ આપી દે છે...

પણ સત્યનાં કારણે તેઓ પોતાનાં પ્રેમનો ભોગ આપવા તૈયાર થતા નથી. પણ વાસ્તવિકતા તો એ છે કે જો પ્રેમને પાંગરવું હોય, વિકસવું હોય તો તેનાં પાયામાં સત્ય જોઈએ. કારણ, માનવસંબંધનો પાયો સત્ય ઉપર ઊભો છે. જો તમારો પ્રેમ અને તમારા સંબંધો સમજદારી ભર્યા અને ઊંડા હશે તો ગમે તેટલું સત્ય હશે તો પણ તમારા સંબંધો અને પ્રેમને નુકસાન નહીં થાય, માનવસંબંધો બાંધવા અનયે ટકાવવા માટે સત્ય જરૂરી જ નહીં અનિવાર્ય છે. રોજિંદા જીવનમાં એકમેક સાથે હંમેશા સત્ય બોલવાનો જ આગ્રહ રાખવો જોઈએ, સત્ય વગર કોઈ સંબંધ ટકતા નથી, વિકસતા નથી અને અકાળે નાશ પામે છે. જ્યારે સત્યમાં એક અન્ય શકિત છે, જ્યારે અસત્યમાં આ શક્તિ જોવા મળતી નથી, અસત્ય બોલવાથી એક તનાવ ઊભો થાય છે. પકડાઇ જવાની એક ભીંતિના કારણે ભીંતર તનાવ ઊભો થાય છે.

સત્ય દેખવામાં સામાન્ય હોય છે પણ તેની બહુ આયામી અસર જીવનમાં પડતી હોય છે. સત્યનો કોઈ દેખીતો ફાયદો પ્રથમ નજરે જોવા ન મળે પણ સત્યથી માનવ સંબંધો જળવાઈ રહે છે. ભીતર શાંતિનો અનુભવ થાય છે અને આધ્યાત્મિકતા વિકસે છે, આથી વર્ષોથી આપણે સત્યને શોધતાં હોઈએ છીએ ક્યારેક પુસ્તકોમાં શોધીએ છીએ. ક્યારેક મંદિર કે મસ્જિદમાં શોધીએ છીએ કે દેવળમાં શોધીએ છીએ પણ સત્ય તો રોજિંદા જીવનમાં છે, પ્રત્યેક પળમાં છે, તેને ઓળખવા અને પામવા માટે હ્રદય ખુલ્લું અને વિશાળ હોવું જોઈએ. આ સત્યને સહારે જ તમે ઈતિહાસનાં પાને અમર થઈ શકો છો પણ સત્ય બોલવા કરતાં વ્યવહારું થવું વધારે સહેલું છે. પસંદગી તમારી?

Changed On: 16-07-2020
> Next Change: 01-08-2020
Copyright@ Shailesh Christi

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.