પયગંબરો (Father James B Dabhi, SJ)

‘પયગંબર’ એટલે માણસ માટે ઈશ્વરનો સંદેશ લઈ આવનાર નબી. ઈ.સ. પૂર્વે આઠમી સદીથી માંડી ઈ.સ. ચોથી સદી સુધી યહૂદીઓમાં અનેક સમર્થ પયગંબરો અથવા નબીઓ પેદા થતા રહ્યા. પોતે ઈશ્વર વતી બોલી રહ્યા છે એવી ખાતરી સાથે ઉપદેશ આપીને તેઓ પ્રજાને ઈશ્વર સાથેના કરારને વફાદાર રહેવા પ્રજાને પ્રેરતા રહ્યા. પયગંબરોની વાણી અને ઇતિહાસ વચ્ચે ગાઢ સંબંધ છે એ વચનો સમકાલીન રાજકીય ને સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ ઉચ્ચારાયેલાં છે. (સંપૂર્ણ બાઇબલ સમગ્ર બાઇબલની ભૂમિકા)

જૂના કરારમાં રાજા અને પ્રજાને એમના ધર્મનું ભાન કરાવનાર એલિયા, ઇર્મિયા, હઝકિયેલ, બીજા યશાયા અને દાનિયેલ જેવા પયગંબરો થઈ ગયા.

પયગંબર એલિયા – અબ્રાહમનો પુત્ર ઈસહાક – યાકોબ અને એસાવ, ઈસહાકના પુત્રો, યાકોબને ‘ઇસ્રાયલ’ નામ ઈશ્વરે આપ્યું. ઇસ્રાયલનો અર્થ ‘ઈશ્વર બળવાન’ છે. આ યાકોબના બાર પુત્રો તે ઇસ્રાયલના બાર વંશો (ઉત્પત્તિનો ગ્રંથ – 32:29).

ઈસ્રાયલના બાર વંશો એક જ રાજ્યમાં હતા. પણ કાળક્રમે આ બધાં વંશો બે રાજ્યોમાં વિભાજિત થઈ ગયા. ઉત્તર દિશામાં દસ વંશોએ પોતાના અલગ રાજ્ય સ્થાપ્યું અને તેનુ નામ ઇસ્રાયલ રાખ્યું. શમરુન શહેરને ઇસ્રાયલની રાજધાની બનાવી. દક્ષિણ દિશામાં બે વંશોએ પોતાનું અલગ રાજ્ય સ્થાપ્યું અને તેનું નામ યહૂદા રાખ્યું. યરુશાલેમ શહેરને યહૂદાની રાજધાની બનાવી. શમરુનમાં રાજા આહાબ રાજ્ય કરતા હતા ત્યારે તિશ્બે નામના શહેરના એક યુવાનને પ્રભુ એક દુઃખદ સંદેશો સંભળાવવા રાજા પાસે મોકલે છે. સંદેશ છે કે હવે પછીના વર્ષોમાં ઇસ્રાયલની ધરતી પર નહિ વરસાદ પડે કે નહિ ઝાકળ ભારે અને દીર્ધકાલીન દુકાળના વાવડ આપે છે.

આવા માહોલમાં પ્રભુ એ જ અલિયાને એક ઝરણા પાસે વસવાનું કહે છે અને ઝરણાનું પાણી પીવાનું કહે છે. વરસાદ ન પડવાનો હોય તો ઝરણું સૂકાઈ જવાની પૂરી શક્યતા છતાં એલિયા એ વરવી વાસ્તવિકતા સામે આશા ગુમાવતા નથી. તેઓ ઝરણાને તટે તો વસે છે અને ઝરણાનું પાણી પીએ છે. એલિયા આજના યુવાનને શીખવે છે કે વાસ્તવિકતા ભારે કપરી હોય પણ આશા ગુમાવવાની નહિ. એલિયા ઝરણું સૂકાઈ જાય છે ત્યાં સુધી તેનું પાણી પીએ છે. યુવાને પણ જ્યાં સુધી વાસ્તવિકતાને કાબૂમાં લઈ શકાય ત્યાં સુધી પ્રયત્ન કરવાનો છે. નિરાશાને પ્રવેશવા દેવાની જ નથી. એલિયાના ખોરાક માટે પ્રભુએ કાગડાને નીમ્યો છે, જે એલિયા માટે માંસ અને રોટી લાવશે. આપણે કાગડાને તો ખૂબ અપશુકનિયાળ પંખી માનીએ છીએ. કાગડો એક વિશિષ્ટ પ્રકારનો અવાજ કરે તો કોઈકના મૃત્યુનો સંદેશ આવશે એમ માનીએ છીએ. આપણે કબૂતરને વફાદાર માનીએ છીએ. આપ-લે કરવા માટે અથવા સંદેશા વ્યવહાર માટે કાગડો કદાચ એલિયા માટે ભોજન લાવવાનું ભૂલી પણ જાય છતાં એલિયાને કોઈ ફરિયાદ નથી. જે આશાવાદી હોય તેને કોઈ ફરિયાદ ના હોય. એલિયા પાસેથી હકારાત્મક અભિગમ રાખવાનું આજનો યુવાન શીખી શકે છે.

ઝરણું સૂકાતાં પ્રભુ એલિયાનું રહેઠાણ બદલે છે. સિદોનીઓ પરદેશીઓ છે. એલિયાએ એ પરદેશીઓમાં ગરીબમાં ગરીબ એક વિધવાના મહેમાન તરીકે જીવવાનું છે. દુકાળ કારમો છે, એલિયાની યજમાન વિધવા છે. વિધવા એટલે આવકના સાધન વિનાની વ્યક્તિ. વિધવા પાસે પોતાના એકના એક દીકરા માટે અને પોતા માટે એક ટંક ચાલે એટલો જ લોટ અને તેલ છે. આટલું ખાઈને માદીકરો મોતની પ્રતીક્ષા કરતાં જીવવાના છે. એલિયા આ નિરાશાવાદી માતાને આશાવાદી બનાવે છે. એલિયા વચન આપે છે કે જ્યાં સુધી દુકાળ નહિ પૂરો થાય ત્યાં સુધી નહિ ખૂટે લોટ કે નહિ ખૂટે તેલ. નિરાશામાં ડૂબી ગયેલી વિધવાને યુવાન એલિયા આશાભરપૂર કરે છે. યુવાનનું આ જ કાર્ય છે પરિસ્થિતિ ગમે એટલી વિકટ હોય, યુવાને આશા અને ધીરજ ગુમાવવાના નથી. યુવાને કુટુંબમાં અને સમાજમાં આશાનો સંચાર કરવાનો છે. એલિયા આપણને આ જ સંદેશો આપે છે.

પયગંબર ઈર્મિયા – ઈર્મિયાનું જીવન ઇ.સ. પૂર્વે સાતમી સદીના ઉત્તર ભાગ અને છઠ્ઠી સદીના પૂર્વભાગમાં વીત્યું હતું. એ સમય દેશને માટે ભારે કટોકટીભર્યો હતો. ઘણા વર્ષો સુધી ઇર્મિયાએ પોતાના દેશબંધુઓને ચેતવણી આપ્યા જ કરી જો તેઓ પાપનો રસ્તો નહીં છોડે તો વિનાશ થવાનો અને આખરે થયું પણ એમ જ ઈર્મિયાને આ બધાના સાક્ષી બનવું પડ્યું. જીવનભરની પોતાની બધી મહેનતને તેણે વ્યર્થ ગયેલી જોઈ.

ઇર્મિયાને પોતાના જીવનમાં બનતા બનાવોથી અસંતોષ છે એને જીવન એકલવાયુ લાગે છે. એટલે એ પોતાના જીવનને કોષે છે. એને પોતાના જન્મદિવસ ઉજવવાની ઇચ્છા જ થતી નથી. એના મૂલ્યાંકન મુજબ એને એનું જીવન નિષ્ફળ રહ્યું હોય એમ લાગે છે. એને પ્રશ્ન થાય છે કે માતાના ગર્ભમાંથી તે આ દુનિયામાં પ્રવેશ્યાં જ શા માટે? માત્ર દુઃખ જ દુઃખ જોવા? કોઈ કોઈ યુવાન ઇર્મિયા જેવી અવસ્થામાં આવી જઈ શકે છે. યુવાન જીવનથી ત્રસ્ત થઈ જાય છે. ક્યારેક યુવાનના આત્મહત્યાના કિસ્સા સાંભળવા મળે છે.

ઇર્મિયાને પ્રભુ એક રૂપક દ્વારા હૃદયસ્પર્શી સમજ આપે છે. ઈર્મિયા યરુશાલેમમાં છે. પ્રશ્નોથી અને વિચારોથી એટલા ત્રસ્ત છે કે બેચેનીમાં યરુશાલેમમાં અહી તહીં ભટકે છે. યરુશાલેમ શહેર બહાર જતા ત્યાં ઉચ્ચ વર્ગના લોકોની સેવામાં રહેતા કહેવાતા નીચ વર્ગની વસાહત છે. એ વસાહતમાં ઉચ્ચ વર્ગને માટલાં પૂરાં પાડતા કુંભારનું ઘર છે. ઈર્મિયાની નજર આ કુંભાર પર પડે છે. કુંભાર માટલું ઘડવામાં વ્યસ્ત છે. કુંભાર એના ચાકડાને ગતિમાન કરે છે અને પછી ચાકડા પર ચઢાવેલા માટીના લોંદાને દબાવે છે. આકાર વગરના લોંદામાં માટલાનો આકાર ચઢતો જાય છે. પ્રભુ ઇર્મિયાને જવાબ આપે છે કે જેમ કુંભારના હાથમાં માટી છે તેમ પ્રભુના હાથમાં ઇર્મિયા છે. પ્રભુ કુંભાર છે અને ઇર્મિયા માટી છે. સારું થયું કે ઇર્મિયાએ અસંતોષ વ્યક્ત કર્યો અને બળાપો કાઢયો. એના પ્રતિસાદરૂપ પ્રભુ જે સમજ આપે છે તે પ્રત્યેક યુવાનના જીવનને લાગુ પડે છે.

યુવાન ઇર્મિયાની માફક માટી છે. જો માટીને કુંભારના હાથનો સ્પર્શ ના થાય તો તે માનવીના પગ તળે રોળાતી જ રહેવાની. એ માટી કશા કામની નથી. પણ જેવો એ માટીને કુંભારના હાથનો સ્પર્શ થયો કે માટી માટલું બની ગઈ. એ માટલું જીવન આપનાર પાણીનો સંગ્રહ કરે છે. માટી ખૂબ કામની બની ગઈ એ પહેલાં માટીને જાતજાતનાં અનુભવોમાંથી પસાર થવું પડ્યું. તળાવકાંઠેથી એને ખોદીને લાવવામાં આવી, સૂર્યપ્રકાશમાં તપાવવામાં આવી, ધોકાથી ટિપવામાં આવી, પાણીમાં પલાળવામાં આવી, પગ તળે રગદોળવામાં આવી, ચાકડાના ચકરાવે ચઢાવવામાં આવી, ચાકડા પર દબાવવામાં આવી ત્યારે એ માટીમાં માટલાનો ઘાટ આવ્યો. ઈર્મિયાને પોતાના જીવનમાં આ બધા અનુભવો થયા. આ દરેક અનુભવ માટીમાં ઘાટ પેદા કરતા હતા. ઇર્મિયા શીખવે છે કે જીવનમાં બધા બનાવોનો કર્તા હર્તા પ્રભુ જ છે. પ્રભુના મનમાં પ્રત્યેક વ્યક્તિ માટે એક નક્કી ઘાટ છે. એ દરેકના જીવનમાં પ્રભુ બનાવો સર્જે છે. અથવા બનાવો થવા દે છે. આ અનુભવો પછવાડેનો હેતુ સમજાતો નથી, એટલે ત્રાહિમામ પોકારી ઊઠીએ છીએ. માટી જેમ કુંભારને સહકાર આપે છે તેમ જો દરેક પ્રભુને સહકાર આપે તો પ્રભુનું કાર્ય સરળ બની જાય. ઇર્મિયા જે ઘડીએ આ સત્ય સમજ્યો કે પ્રભુ કુંભાર છે અને ઇર્મિયા માટી છે તે ઘડીથી તેણે પ્રભુને ઉમદા સહકાર આપ્યો છે. ઈર્મિયા એ જ શીખવે છે કે જીવનમાં બનતા બનાવોથી પરેશાન થવાને બદલે સમજીએ કે પ્રભુ બધાને ઘડી રહ્યા છે. આવી સમજથી જીવન સમાજોપયોગી બનશે.

હઝકિયેલ

હઝકિયેલ યરુશાલેમના પુરોહિત હતા. અનોખું અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. ઈસ્વીસન પૂર્વે 598 આસપાસ પડોશી દેશ ઈરાકના રાજા નબૂખદનેસ્સરે યરુશાલેમ ઉપર ચઢાઈ કરી અને યરુશાલેમથી બુદ્ધિજીવીઓને ઈરાક દેશવટે લઈ ગયો. આ બુદ્ધિજીવીઓમાં હઝકિયેલ પણ હતા. ત્યાં પરદેશની ભૂમિમાં પ્રભુ હઝકિયેલને પયગંબર બનાવે છે. યુવાન હઝકેયેલે આ પરદેશની ભૂમિમાં બંદીઓ તરીકે આવેલા બુદ્ધિજીવીઓને આશ્વાસન પૂરું પાડવાનું છે અને દેશનિકાલની આ પરિસ્થિતિ સ્વીકારી લેવાની સલાહ આપવાની છે. બુદ્ધિજીવીઓનું તારણ આટલું જ છે કે નબૂખદનેસ્સરે યરુશાલેમનું મંદિર તોડી પાડ્યું છે માટે પ્રભુનો વાસ તેમની વચ્ચે નથી, યરુશાલેમના રાજાને ઈરાકમાં લાવવામાં આવ્યો છે. એટલે હવે પ્રભુના આશીર્વાદ મેળવી આપનાર સ્ત્રોત પણ નથી. બુદ્ધિજીવીઓ પરાયી ભૂમિમાં છે અને તેમની ભૂમિ લઈ લેવામાં આવી છે એટલે તેમના પર પ્રભુના આશીર્વાદ નથી. કારણ, ભૂમિને પ્રભુનો આશીર્વાદ માનવામાં આવતી હતી.

નબૂખદનેસ્સરનો વિરોધ કરી આ બુદ્ધિજીવીઓ યરુશાલેમ પાછા આવી શકે એમ નથી. યરુશાલેમમાં જેઓ બાકી રહ્યા છે તેઓમાં હિંમત નથી કે આવડત નથી. નબૂખદનેસ્સર સામે યુદ્ધ કરી તેને હરાવવાની અને આ બુદ્ધિજીવીઓને છોડાવવાની. આજુબાજુ દેશોમાં એવો કોઈ રાજવી નથી, જે નબૂખદનેસ્સરના હાથમાંથી આ બુદ્ધિજીવીઓને સ્વતંત્ર કરે. એટલે બુદ્ધિજીવીઓ પોતાને મરેલા મડદા માને છે, જે મડદા સડી ગયા છે અને તેમના હાડકાં સૂકાઈને વેરણછેરણ થયાં છે.

આ પરિસ્થિતિમાં હઝકિયેલને પ્રભુ પોતાનું સામર્થ્ય સમજાવે છે. પ્રભુ કબર ખોલીને તેમાં રહેલા મરેલા માનવને જીવતો કરી શકે છે. સૂકાઈ ગયેલાં હાડકામાંથી માનવને ફરી હાલતો ચાલતો કરી શકે છે. સૌ પ્રથમ હઝકિયેલે પ્રભુના આ સામર્થ્યમાં વિશ્વાસ મૂકવાનો છે. જો એના હૈયામાં આ સત્ય વસે કે પ્રભુ સર્વસમર્થ છે તો જરૂર એ સત્યે એને હોઠે આવશે. હઝકિયેલ પ્રભુના સામર્થ્યમાં વિશ્વાસ મૂકે છે. હઝકિયેલ સમજાવે છે કે પ્રભુ માટે કશું અશક્ય નથી. કરનાર પ્રભુ છે, પણ પ્રભુ હઝકિયેલને સાધન તરીકે વાપરે છે. હઝકિયેલ સૂકાં હાડકાંને હાડપિંજર બનવાની આજ્ઞા કરવાની છે. હઝકિયેલની માફક યુવાને દેશને, સમાજને, પરિવારને સૂકાઈ ગયેલા હાડકાંઓ એકઠાં કરી હાડપિંજર બનાવવાનું છે. યુવાને તો હઝકિયેલની માફક પ્રભુના હાથમાં સાધન તરીકે જ કામ કરવાનું છે. એ હાડપિંજરમાં પ્રાણ પૂરનાર તો પ્રભુ પોતે જ છે.

ઇતિહાસ સાક્ષી પૂરે છે કે યરુશાલેમના એ બુદ્ધિજીવીઓ જે પોતાને સૂકાઈ ગયેલા હાડકાં માનતા હતા, તેઓ એક વખત સ્વદેશે પાછા આવે છે. અશક્ય લાગતી બાબત શક્ય બને છે. પ્રભુ તો સર્વસમર્થ છે. પ્રભુને હઝકિયેલના સહકારની જરૂર છે. આજે માનવ સમાજમાં તેમનો પ્રાણ ફૂંકવા પ્રભુ તો સમર્થ છે, પ્રભુને આપણાં સહકારની જરૂર છે.

બીજા યશાયા

એક જ નામના ત્રણ પયગંબર હતા એ નામ યશાયા. યશાયાએ કયા કાળમાં પયગંબરી કાર્ય કર્યું તેને આધારે તેઓને ક્રમ આપવામાં આવ્યો, જેવો કે પહેલો યશાયા, બીજો યશાયા, ત્રીજો યશાયા. જો કે ત્રણેય પયગંબરોનાં લખાણો એક જ ગ્રંથમાં ગોઠવવામાં આવ્યાં છે.

બીજા યશાયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું છે. તેમના જીવન વિષે એટલું જ જાણીએ છીએ કે તેઓ યરુશાલેમના એક યુવાન બુદ્ધિજીવી પયગંબર હતા. એટલે તેઓને ઈસ્વીસન પૂર્વે 586માં પડોશી દેશ ઈરાકના રાજા નબૂખદનેસ્સરના યરુશાલેમ ઉપરના ઘાતકી આક્રમણ વખતે રાજકીય કેદી તરીકે ઇરાક દેશ લઈ જવામાં આવ્યા હતા. માત્ર તેઓને એકલાને જ નહિ, પરંતુ યરુશાલેમના બુદ્ધિજીવી મનાતા ત્રણ વર્ગો રાજવી, પુરોહિત અને પયગંબરના વર્ગના પુરુષોને ઇરાક લઈ જવામાં આવ્યા હતા. નબૂખદનેસ્સરે સામાન્ય પુરુષોને યરુશાલેમમાં રહેવા દીધા હતા. યરુશાલેમના મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. રાજમહેલ સળગાવી મૂકવામાં આવ્યો હતો અને યરુશાલેમ ફરતેના કોટને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો હતો. નબૂખદનેસ્સર આ બુદ્ધિજીવીઓને ઈરાક દેશમાં સ્થાયી થઈ જવા જ લઈ આવ્યા છે.

આ બુદ્ધિજીવીઓની પત્નીઓ, બહેનો અને માતાઓ તો આધારવિહોણી બની ગઈ. સ્ત્રીવર્ગ બીજા યશાયાના સમયમાં પુરુષવર્ગ પર આધારિત હતો. નબૂખદનેસ્સરે બુદ્ધિજીવી વર્ગને આપેલો દેશવટો ખૂબ લાંબો ચાલ્યો. એટલે આ વર્ગની સ્ત્રીઓ માનવા લાગી કે પ્રભુ તેઓને ભૂલી ગયો છે. આ સ્ત્રીઓને પ્રભુ સંદેશ આપવા માગે છે કે પ્રભુ તેઓને ભૂલી ગયો નથી, પ્રભુ તેઓને ના ભૂલી શકે. આ સંદેશ પહોંચાડવાનું કાર્ય બીજા યશાયાને સોંપવામાં આવે છે. બીજો યશાયા પોતાની મૌલિકતા વાપરી સ્ત્રીઓને વિશ્વાસ બંધાવે છે કે પ્રભુ તેઓને ના ભૂલી શકે.

બીજો યશાયા યરુશાલેમની આ સ્ત્રીઓને માતા તરીકેના તેમના અનુભવ આધારિત પ્રભુની ઓળખ આપે છે. માતા જે બાળકને જન્મ આપે છે તે બાળકને કોઈપણ સંજોગોમાં ભૂલી શકતી નથી. કારણ તે એ બાળકની જનેતા છે. એ જ પ્રમાણે પ્રભુ આ સ્ત્રીઓનો અને આપણો સર્જનહાર છે. માટે પ્રભુ ક્યારેય આપણને ના ભૂલી શકે. એથી વિશેષ સગર્ભા સ્ત્રી તો બાળકને ગર્ભમાં ચોવીસ કલાક સાચવી રાખે છે. આ સ્ત્રી ગર્ભમાંના બાળકને પળવાર માટે પણ ભૂલી ના શકે. એ જ મુજબ આપણે નિરંતર પ્રભુના હૃદયમાં વસીએ છીએ, માટે પ્રભુ આપણને ક્યારે ય ના ભૂલી શકે. કદાચ માતા અથવા સગર્ભા સ્ત્રી માનવ હોવાથી બાળકને સંજોગોવસાત્ ભૂલાવી પણ

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.