ઈસુના સાચા સંદેશવાહક (સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.)

ગુજરાતની ધર્મસભાનો ઉદય થતાં અનેક સંસ્થાઓ ઊભી કરી સ્કૂલ, કોલેજ, દવાખાના, છાત્રાલયો જેનો લાભા કાવળ કેથલિકોએ જ નહીં પરંતુ ઈત્તર ધર્મના લોકોને પણ મળે છે. 1984માં ધર્માધ્યક્ષ ચાર્લ્સ ગોમ્સ, એસ.જે. અને તેમના સહકાર્યકરો ફાધરો વચ્ચે ચર્ચા થતાં એક પ્રશ્ન ઊભો થયો. ઈસુ ખ્રિસ્ત અને ખ્રિસ્તી ધર્મ વિશે ઈત્તર ધર્મજનોને જણાવવા માટે ધર્મસભા શું કરે છે ? આ પ્રશ્નનું નિરાકરણ લાવવા ધર્માધ્યક્ષશ્રીએ એ સમયના દૂત નાં તંત્રી તરીકે એક નિષ્ઠા, ખંત અને ઉત્સાહથી કાર્ય કરનાર ફાધર વર્ગીસમાં આશાનું કિરણ દેખાતા તેમને આ જવાબદારી સોંપી. ફાધર વર્ગીસે સહર્ષ જવાબદારી સ્વીકારી. ધર્માધ્યક્ષશ્રીના નેજા હેઠળ 1984માં સી.આઈ.એસ.એસ. એટલે કે કેથલિક માહિતી સેવા કેન્દ્રની સ્થાપના થઈ. આ સંસ્થાનું 1985માં બિનનફાયદાકારક અને ચેરીટેબલ ટ્રસ્ટ તરીકે રજીસ્ટ્રેશન કરાવી એક આગવું કાર્યાલય શહેરના જાણીતા આશ્રમરોડ જુની હાઈકોર્ટની સામે શરૂ કરી પોતાની વિશિષ્ટ શક્તિઓ કામે લગાડી સી.આઈ.એસ.એસ. ને વિવિધ પ્રવૃત્તિએ દ્વારા કેથલિક, બિન કેથલિક, તેમજ ઈત્તર ધર્મજનોને ઈસુની સાચી ઓખળ કરાવી 1984-2018 (જૂન) સુધી ફાધર કાર્યરત રહ્યા.

1987 માં ઈત્તરધર્મના લોકો માટે ઈસુ ખ્રિસ્ત અને ખ્રિસ્તી ધર્મ વિશે જાણકારી આપવા પત્રવ્યવહાર દ્વારા આવો, ઈસુને મળો અભ્યાસક્રમ શરૂ કર્યો. વધુ લોકો તેનો લાભ લે એ હેતુને ધ્યાનમાં રાખી આ અભ્યાસક્રમ વિશે દૈનિક સમાચાર પત્રોમાં જાહેરાત આપી જાહેરાત વાંચીને ઘણા લોકો તેનો લાભ લે એ હેતુને ધ્યાનમાં રાખી આ અભ્યાસક્રમ વિશે દૈનિક સમાચાર પત્રોમાં જાહેરાત આપી જાહેરાત વાંચીને ઘણા લોકો પત્રવ્યવહાર દ્વારા ચાલતા અભ્યાસક્રમમાં જોડાયા. ઈસુ ખ્રિસ્ત અને ખ્રિસ્તીધર્મ વિશેની જાણકારી આપતી નાની નાની 10 પુસ્તિકાઓ તૈયાર કરી આ પ્રસ્તિકાઓ વિના મુલ્યે પ્રશ્નપત્ર સાથે અભ્યાસક્રમમાં જોડાનારન મોકલતા. અભ્યાસક્રમ પૂરો કરનારને પ્રોત્સાહિત કરવા સર્ટીફિકેટ સાથે નવા કરારની ભેટ આપતા. અત્યાર સુધી 43000 લોકોએ આ અભ્યાસક્રમ પૂરો કર્યો છે. દિવાળી-નવું વર્ષ, નાતાલ-ન્યૂ ઈયર તથા ગુડફ્રાઈડે-પારખા જેવા તહેવારોને અનુરૂપ લેખ લખી પત્રિકા (ચોપાનિયા) જૂના તાલીમાર્થીઓને પોસ્ટથી મોકલતા. હાલમાં આ પ્રવૃત્તિ ચાલુ રાખી છે જેના સારા પ્રતિભાવો મળતા હતા અને મળે છે.

સંચાર માધ્યમોના આધુનિક જમાનામાં પત્રકારત્વ એક અસરકારક માધ્યમ છે. પોતે લેખક અને પત્રકાર હોવાથી તેની અસરકારકતાથી પ્રભાવિત હોઈને આપણા યુવાનોને આ ક્ષેત્રે તાલીમ આપવાના હેતુસર 1986માં પત્રકારત્વ અને કોમ્પયુટરનો બે વર્ષનો કોર્ષ શરૂ કર્યો. તાલીમાર્થીઓને પહેલા વર્ષે 500.00 રૂપિયા અને બીજા વર્ષે 600.00 રૂપિયાનું સ્ટાઈપન્ડ આપી પ્રોત્સાહિત કરી આર્થિક રીતે ટેકો કરાવાની ઉદારતા જોવા મળી. ઘણા યુવાનોએ તેનો લાભા લઈ કલમ ચાલવી છે.

ફાધર વર્ગીસ પુષ્કળ વાંચન કરતા. આ સંસ્થાની મુલાકાતે આવનારને વાચન કરતા કરવા તેમણે અહીં પુસ્તકાલય ઊભું કર્યું. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાના 3500થી વધુ પુસ્તકો છે.

પુસ્તકાલયની સાથે સાથે વિડિયો લાઈબ્રેરી શરૂ કરી. સામાજિક, ધાર્મિક, મનોરંજન જેવા અન્ય વિષયોની પસંદ કરેલી 500 જેટલી કેસેટો લાઈબ્રેરીમાં છે.

2012-2013માં ગોવામાં સંત ફ્રાન્સીસ ઝેવિયરની લાશ જાહેરમાં મૂકી તે સમયે તેમણે તો ત્યાં તેમના પુસ્તકો સાથે ઈત્તર ધર્મજના માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં આવો ઈસુને મળો અભ્યાસક્રમની પુસ્તિકાઓ પ્રદર્શનમાં મૂકી.

જમાનાને અનુરૂપ થઈને, સમય સાથે કદમ મિલાવવાનો પ્રયત્ન કરતાં કરતાં નવું નવું સાહિત્ય તૈયાર કરતા રહ્યા, વેબસાઈટમાં દર 15 દિવસે બાઈબલ આધારિત લેખ મૂકતા.

ફાધર વર્ગીસ પગવાળીને બેસે નહીં. સી. કલેર, ડિ.એસ.પી. જે એમના સહકાર્યકર હતા તેમની સાથે પ્રિઝન મિનિસ્ટ્રી શરૂ કરી.

ગુજરાતી સાહિત્ય લેખકો સાથે અઠવાડિયામાં એકવાર મળતા અને સાહિત્ય સંબંધી ચર્ચા કરતા. ગુજરાતી ખ્રિસ્તી લેખકોનું એક સંગઠન ઊભુ કર્યું. જે (ગુજરાતી ક્રિશ્ચિયન પ્રેસ કાઉન્સીલ) તરીકે ઓળખાયું.

ફાધર વર્ગીસ ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. એટલું જ નહી પ્રમુખપદે હોવાથા કામ ઘણું રહેતું જેને કારણે તેમના સમયમાં કર્મચારીઓ વધારે હતા. આ દરેક કર્મચારીની કાળજી રાખતા. તેમના કૌટુંબિક પ્રશ્નો હલ કરતા, સારા-માઠા પ્રસંગે હાજરી આપતા, સ્ટાફના સભ્યોના જન્મદિવસની ઉજવણી કરતા. વર્ષમાં એકવાર પિકનીકનું આયોજન કરી તેમને નવા મિશન સ્ટેશન બતાવતા. કર્મચારીઓ પાસેથી કામ લેવાની એમની પાસે આવડત હતી. ઘડીનો સમય બગાડતા નહીં અને બગાડવા દેતા નહીં.

માનો કે ન માનો, ભગવાન ઈસુ વિશે જાણો આ સૂત્ર દ્વારા ભગવાન ઈસુ અને બાઈબલ વિશેની જાણકારી ઈત્તર ધર્મજનોને પહોંચાડનાર ફાધર વર્ગીસ મારી દષ્ટિએ સંત પાઉલની જેમ ઈસુના સાચા સંદેશવાહક હતા.

Changed On: 01-07-2021
Next Change: 16-07-2021
copyright@ Sr. Pushplata, LD

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.