Bible_English

સંત લૂકકૃત શુભસંદેશ

નોંધઃ- શુભસંદેશનો આ પાઠ સ્વ. નગીનદાસ ના.પારેખ અને ઈસુદાસ કવેલીએ અનુવાદ કરેલા અને ગુજરાત સાહિત્ય પ્રકાશ, આણંદે પ્રગટ કરેલા “સંપૂર્ણ બાઈબલ” ની ચોથી આવૃત્તિ 2003માંથી લેવામાં આવ્યો છે.

દરેક અધ્યાય મોટા અને રંગીન આંકડામાં નોંધ્યો છે. દરેક કડીનો આંકડો ફકરાની શરૂઆતમાં ચાલુ ટાઈપમાં અને ફકરાની અંદર નાની ટાઈપમાં આપેલો છે.

“સમસ્ત માનવજાત ઈશ્વરને હાથે થયેલું ઉદ્ધાર કાર્ય જોવા પામશે” (3,6). ઈસુ માત્ર યહૂદી પ્રજાનો નહિ પણ સર્વ પ્રજાઓનો-વિશેષ કરીને ભીડમાં આવી પડેલાં લોકોનો ઉદ્ધાર કરવા આવ્યા એ વાત ઉપર લૂકના શુભસંદેશ સંભળાવવા મોકલવામાં આવ્યા છે. એટલે આ ગ્રંથમાં ઈસુને ભીડભંજન પ્રભુ તરીકે રજૂ કરવામાં આવ્યા છેઃ એમાં આપણને ગરીબગુરબાં, અબળાઓ અને પાપીઓ પ્રત્યેની ઈસુની કરુણા અને ક્ષમાદષ્ટિનાં દર્શન થાય છે. આ ભાવનાને વ્યક્ત કરતી કેટલીક અમર કથાઓ, જેમ કે ઉડાઉ દીકરા અને પરગજુ શમરુનીનાં દષ્ટાંતો પતિત સ્ત્રીના અને જાખ્ખીના પ્રસંગો વગેરે આ ગ્રંથમાં જ મળે છે.

ગ્રંથની બીજી વિશિષ્ટતા તે પહેલા બે પ્રકરણોમાં આવતી ઈસુની બાલ્યાવસ્થાની કથાઓ છે. તેના દ્વારા ગ્રંથકાર આપણને ઈસુના આગમનથી સર્વત્ર ફેલાઈ જતા આનંદની ઝાંખી કરાવે છે.

અધ્યાય-1
અર્પણ

  • નામદાર થિયફિલ, આપણી વચ્ચે બની ચૂકેલી ઘટનાઓના મૂળ સાક્ષીઓ તેમ જ ઈશ્વરની વાણીના સેવકો પાસેથી
  • આપણને પ્રાપ્ત થયેલી પરંપરાને અનુસરીને એક વૃતાંત તૈયાર કરવાનું ઘણા જણે હાથમાં લીધું છે.
  • એટલે એ બધી બાબતોનું લાંબા સમયથી ચોક્સાઈપૂર્વક અનુશીલન કરેલું હોઈ મને પણ આપને માટે એક વ્યવસ્થિત વૃતાંત લખી કાઢવાનું ઠીક લાગ્યું છે,
  • જેથી આપને મળેલો ધર્મોપદેશ કેટલો પ્રમાણભૂત છે તે આપ ચોકકસ પણે જાણવા પામો.

મંગલ પ્રભાત

  • યહુદીયાના રાજા હેરોદના વખતમાં અબિયાના વર્ગનો ઝખરિયા નામનો એક પુરોહિત હતો. તે એહરોનના વંશની એલિસાબેત નામની એક સ્ત્રીને પરણ્યો હતો.
  • બંને પ્રભુની બધી આજ્ઞાઓનું તથા વિધિઓનું દોષ વગર પાલન કરતાં હતાં એટલે ઈશ્વરની નજરમાં ધર્મિષ્ઠ હતાં.
  • પણ તેમને કંઈ સંતાન નહોતું. કારણ, એ લિસાબેત વંધ્યા હતી અને એ બંનેની ઉપર ઘણી થઈ હતી.
  • એકવાર એના વર્ગનો વારો હોઈને ઈશ્વરસેવામાં હાજર હતો.
  • ત્યારે વું બન્યું કે પુરોહિતોના રિવાજ પ્રમાણે ચિઠ્ઠી નાખતાં, પ્રભુના મંદિરમાં જઈને ધૂપ દેવાનું કામ એને ભાગે આવ્યું.
  • ધૂપ દેવાને વખતે લોકોનો આખો સમુદાય પ્રાર્થના કરતો હતો.
  • એવામાં પ્રભુનો ક દૂત ધૂપની વેદીની જમણી બાજુએ ઊભેલો ઝખરિયાને દેખાયો.
  • એ જોઈને ઝખરિયા ચમકી ઊઠયો, અને તેને ભય વ્યાપી ગયો.
  • પણ પેલા દેવદૂતે તેને કહ્યું “ગભરાઈ નહિ, ઝખરિયા, કારણ, ભગવાને તારી અરજ સાંભળી છેઃ તારી પત્ની અલિસાબેતને પુત્ર અવતરશે. અને તું તેનું નામ યોહાન પાડજે.”
  • તારો આનંદ માશે નહિ અને એના જન્મથી પુષ્કળ લોકો હરખ પામશે.
  • પ્રભુની નજરમાં તે મોટો લેખાશેઃ તે દ્રાક્ષાસવ કે કોઈ પણ જાતનો દારૂ કદી પીશે નહિ અને માતાના ગર્ભમાંથી જ તે પવિત્ર આત્માથી સભર ભર્યો હશે.
  • ઘણા ઈસ્રાયલીઓને તે તેમના પરમેશ્વર પ્રભુ પ્રતિ પાછા વાળશે.
  • તે એલિયાની પેઠે પવિત્ર આત્માના સામર્થ્યથી સંપન્ન થઈને પ્રભુના અગ્રદૂત તરીકે તેની આગળ આગળ ચાલશે. તે પિતાના હૃદયોને પુત્રો તરફ વાળશે, ઉદ્દંડોને ધર્મિષ્ઠાને માર્ગે ચડાવશે, અને પ્રભુને માટે બધી રીતે લાયક એવી એક પ્રજાને તૈયાર કરશે.
  • ઝખરિયાએ દેવદૂતને કહયું, “મને કેમ એનો વિશ્વાસ પડે? કારણ, હું ઘરડો થયો છું, અને મારી પત્નીની ઉંમર પણ ઘણી થઈ છે.”
  • દેવદૂતને તેને જવાબ આપ્યો, “હું ઈશ્વરની હજૂરમાં ખડો રહેનાર ગાબ્રિયેલ છું. તારી સાથે વાત કરવા અને તને ખુશખબર આપવા મને મોકલવામાં આવ્યો છે.
  • અને ધ્યાન રાખજે, આ બધું બંને ત્યાં સુધી તારી વાચા બંધ થઈ જશે અને તું બોલિ નહિ. કારણ, તેં મારાં વચનો ઉપર વિશ્વાસ નથી મૂક્યો. જો કે મારાં વચનો તો યથાકાળે સાચાં પડવાનાં જ છે.”
  • દરમિયાન લોકો ઝખરિયાની રાહ જોતા હતા અને એ આટલો બધો વખત મંદિરમાં કેમ રહ્યો એની અમને નવાઈ લાગતી હતી. આખરે તે બહાર આવ્યો ત્યારે તે બોલી શક્તો નહોતો.
  • આથી તે લોકો સમજી ગયા કે મંદિરમાં એને કોઈ દિવ્યદર્શન લાગ્યું છે, તે ઈશારા કરતો હતો પણ તેના મોઢામાંથી શબ્દો નીકળતા નહોતા.
  • એની સેવાનો સમય પૂરો થતાં ઝખરિયા પોતાને ઘેર પાછો ગયો.
  • થોડા દિવસ પછી તેની પત્ની એલિસાબેતને ગર્ભ રહ્યો અને પાંચ મહિના સુધી તે લોકોની નજરથી છુપાતી રહી.
  • તેને થતું કે, “પ્રભુને રચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાંઝિયા મહેણું ટાળ્યું છે.”

મરિયમને વધામણી

  • છઠ્ઠે મહિને ઈશ્વરે દેવદૂત ગાબ્રિયેલને ગાલીલ પ્રાંતના નાસરેથ નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો.
  • કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવિદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા.
  • દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું, “પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઊતરી છે, પ્રભુ તારી સાથે છે.”
  • આ વચન સાંભળીને તેઓ ક્ષોભ પામ્યાં અને વિચાર કરવા લાગ્યાં કે, આ તે કેવા પ્રકારના પ્રણામ!
  • ત્યારે દેવદૂતે તેમને કહ્યું ગભરાઈશ નહિ. મરિયમ, કારણ, ઈશ્વર તારા ઉપર પ્રશન્ન થયા છે.
  • જો, તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું ઈસુ રાખજે.
  • એ મહાન હશે અને પરાત્પરનો પુત્ર કહેવાશે, પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજો દાવિદનું રાજસિંહાસન આપશે.
  • અને તે યુગોના યુગો સુધી ઈસ્રાયલની પ્રજા ઉપર રાજ્ય કરશેઃ તેના રાજ્યનો અંત આવશે નહિ.
  • મરિયમે દેવદૂતને કહ્યું, “એ શી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી.”
  • દેવદૂતે જવાબ આપ્યો, “પવિત્ર આત્મા તારા ઉપર ઊતરશે અને પરાત્પરનો પ્રભાવ તને છાઈદેશે, અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વરપુત્ર કહેવાશે.”
  • અને જો, તારી સગી એલિસાબેતને પણ ઘડપણમાં ગર્ભ રહ્યો છે, અને જે વાંઝણી કહેવાતી હતી એને અત્યારે છઠ્ઠો મહિનો ચાલે છે.
  • કારણ, ઈશ્વરને કશું અશક્ય નથી.
  • મરિયમને કહું, “હું તો ઈશ્વરની દાસી છું. તારી વાણી મારે વિશે સાચી પડો.”

પછી દેવદૂત તેમની પાસેથી ચાલ્યો ગયો.

મરિયમ અને એલિસાબેતનું મિલન

  • થોડા જ વખતમાં મરિયમ યહૂદિયાના પહાડી પ્રદેશમાં આવેલા એક ગામમાં જવાને ઉતાવળાં ઉતાવળાં નીકળી પડયાં.
  • ઝખરિયાના ઘરમાં જઈને તેમણે એલિસાબેતને વંદન કર્યા.
  • મરિયમના વંદન સાંભળતાં જ એલિસાબેતના પેટમાંનું બાળક ફરક્યું.
  • અને અલિસાબેત પવિત્ર આત્માની પ્રેરણાથી સભર બનીને મોટે સાદે બોલી ઊઠી, “સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કૂખનું બાળક!”
  • હું તે કેવી ભાગ્યશાળી કે મારા પ્રભુની માતા મને મળવા આવી!
  • અને વાત તો સાંભળ, જેવા તારા વંદનના શબ્દ મારે કાને પડયા કે તરત જ મારા પેટમાંનું બાળક આનંદથી ફરક્યું!
  • અને શ્રદ્ધા રાખનારી તું પરમસુખી છે, કારણ, પ્રભુ તરફથી તને મળેલાં વચન પૂરાં થશે!”
  • ત્યારે મરિયમ બોલ્યાં.

મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે.

  • અને મારો આત્મા મારા ઉદ્ધારક પરમેશ્વરમાં રાચે છે.
  • કારણ, તેણે પોતાની આ દીન દાસી ઉપર કૃપાદ્રષ્ટિ કરી છે. ખરે, આજથી બધા યુગો મને બડભાગી માનશે.
  • કારણ, સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યાં છે.
  • એનું નામ પાવન છે. જેઓ એનીથા ડરીને ચાલે છે તેમની આખી વંશપરંપરા ઉપર એની કરુણા વરસે છે.
  • એણે પોતાનું બાહુબળ બતાવ્યું છે, ગર્વિષ્ઠોને એણે ધૂળ ચાટતા કર્યા છે.
  • રાજકર્તાઓને એણે સિંહાસન પરથી ગબડાલી પાડ્યા છે, અને દીનદરિદ્રોનું એણે ગૌરવ કર્યું છે.
  • ભૂખ્યાંને એણે સુખસૌભાગ્યથી ભરી દીધાં છે, અને તવંગરોને એણે ખાલી હાથી પાછા કાઢયા છે.
  • આપણા પુર્વજોને વચન આપ્યા પ્રમાણે, એણે અબ્રાહામ અને તેના વંશજો પ્રત્યે સદા દયા બતાવી છે.
  • પોતાના સેવક ઈસ્રાયલની વહાર કરી છે.
  • મરિયમ લગભગ ત્રણ મહિના એલિસાબેત સાથે રહ્યાં અને પછી પોતાને ઘેર પાછાં ગયાં.

અગ્રદૂતનો જન્મ

  • હવે, એલિસાબેતનો પ્રસૂતિકાળ આવી પહોંચ્યો. અને તેણે પુત્રને જન્મ આપ્યો.
  • પ્રભુએ તેના ઉપર કેવી કૃપા કરી છે એ જ્યારે તેનાં પાડોશીઓએ અને સગાંવહલાંઓએ જાણ્યું ત્યારે તેઓ પણ આનંદ પામ્યાં.
  • પછી આઠમે દિવસે તેઓ બાળકની સુન્નત કરવા આવ્યાં, અને તેઓનું એનું નામ એના બાપ ઉપરથી ઝખરિયા પાડવા જતાં હતાં.
  • ત્યાં એની મા બોલી ઊઠી, “નહિ! એનું નામ યોહાન પાડવાનું છે.”
  • એ લોકોએ કહ્યું, “પણ તમારા કુટુંબમાં એ નામનું કોઈ નથી!”
  • પછી તેઓએ તેના બાપને ઈશાપત કરીને પૂછયું કે, “શું નામ પાડવાની તમારી ઈચ્છા છે?”
  • એટલે તેણે એક પાટી મંગાવીને તેના ઉપર લખ્યું, “એનું નામ યોહાન છે.” બધા અચંબો પામ્યા.
  • તે જ ક્ષણે તેને ફરી વાચા ફૂટી અને તે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો.
  • બધાં અડોશી પડોશીઓ ભયભીત થઈ ગયાં, અને યહૂદીયાના પહાડી પ્રદેશમાં સર્વત્ર આ આખી વાત ચર્ચાનો વિષય થઈ પડી.
  • જેમણે જેમણે આ વાત સાંભળી તેઓ બધાં મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યાં કે,આ છોકરો કેવો નીકળશે? કારણ, સાચે જ એના ઉપર પ્રભુનો હાથ હતો.
  • એનો બાપ ઝખરિયા પવિત્ર આત્માની પ્રેરણાથી સભર બનીને બોલી ઊઠયોઃ
  • “ઈસ્રાયલના ઈશ્વર પ્રભુને ધન્ય હો! એણે પોતાની પ્રજા ઉપર કૃપાદ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છેઃ”
  • પોતાના પવિત્ર પયગંબરોને મુખે પોતે આપેલા વચન અનુસાર
  • તેણે, પોતાના સેવક દાવિદના વંશમાં આપણે માટે સમર્થ મુક્તિદાતા પેદા કર્યા છે.
  • યુગયુગથી તેણે એવું વચન આપ્યું હતું કે, આપણા દુશ્મનોથી અને આપણો દ્વેષ કરનાર સૌના હાથમાંથી પોતે આપણને મુક્ત કરશે.
  • આમ, તેણે આપણા પૂર્વજો પ્રત્યે દયા બતાવી છે. પોતાનો પવિત્ર કરાર સંભાર્યો છે.
  • એણે આપણા પૂર્વજ અબ્રાહામને એવો કોલ આપ્યો હતો કે, હું તારી પ્રજાને દુશ્મનોના હાથમાંથી મુક્ત કરીશ.
  • જેથી તેઓ ભયમુક્ત બનીને પવિત્ર અને ધર્મપરાયણ હૃદયે, મારા સાંનિધ્યમાં જીવનભર મારી સેવા કરી શકે.
  • અને હે બાલપુત્ર! તું પરાત્પરનો પયગંબર કહેવાશે, કારણ, તારે પ્રભુની આગળ આગળ ચાલી એના માર્ગો તૈયાર કરવાના છેઃ
  • તારે એની પ્રજાને જણાવવાનું છે કે, તમને મુક્તિ-પાપોની માફી મળવાની છે.
  • આપણા ઈશ્વરની કૂણી દયાને કારણે સ્વર્ગીય પ્રભાતની પ્રભા આપણા ઉપર પડશેઃ
  • તે અંધકારમાં અને મૃત્યુની છાયામાં વસનારાઓને પ્રકાશ આપશે, અને આપણાં ચરણોને શાંતિને માર્ગે દોરી જશે.”
  • એ બાળક મોટો થતો ગયો તેમ તેની આધ્યાત્મિક શક્તિ વધતી ગઈ અને ઈસ્રાયલ આગળ પ્રગટ થવાનો વખત આવ્યો ત્યાં સુધી તે વગડામાં રહ્યો.